GSTV
Home » News » કર્ણાટકમાં કોંગ્રેસ-JDS વચ્ચે તૂ તૂ-મૈં મૈં, સિદ્ધારમૈયા ઉપર JDS અધ્યક્ષે ઉઠાવ્યા સવાલો

કર્ણાટકમાં કોંગ્રેસ-JDS વચ્ચે તૂ તૂ-મૈં મૈં, સિદ્ધારમૈયા ઉપર JDS અધ્યક્ષે ઉઠાવ્યા સવાલો

કર્ણાટકમાં જેડીએસના પ્રદેશ અધ્યક્ષ એચ. વિશ્વનાથે પૂર્વ સીએમ સિદ્ધારમૈયા પર નિશાન સાધતા જણાવ્યુ હતુ કે, તેમના કેટલાક  ચેલાઓ ઈચ્છે છે કે, સિદ્ધારમૈયા ફરીવાર સીએમ બને. સિદ્ધારમૈયાએ પોતાના કાર્યકાળમાં કોઈપણ પ્રકારનું કામ કર્યુ નથી. સિદ્ધારમૈયાના કારણે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 130થી ઘટીને  78 પર  આવી ગઈ તેમ છતા તેમના કેટલાક સમર્થકો  સિદ્ધારમૈયાને સીએમ બનાવવાની માગ કરી રહ્યા છે.

પરંતુ કુમારસ્વામી ચાર વર્ષ સુધી મુખ્યમંત્રી રહેવાના છે. તેમને કોઈપણ હટાવી શકે તેમ નથી.  વિશ્વનાથે આપેલા આ પ્રકારના નિવેદન બાદ કર્ણાટકમાં ઘમાસાણ સર્જાયુ છે. બીજેપી પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ આ મામલે જણાવ્યુ કે, સીએમ કુમારસ્વામીના આદેશ વગર વિશ્વનાથ આ પ્રકારની ટિપ્પણી  ન કરી શકે.

READ ALSO

Related posts

વાળમાં મેહંદી લગાવતા હોવ તો પહેલા આ વાંચી લો, ખાસ રાખો આ બાબતોનું ધ્યાન

Arohi

1947 પહેલા લાહોરમાં રહેતો હતો અરૂણ જેટલીનો પરિવાર, વિભાજન બાદ આ જગ્યાએ થયા હતા સ્થાયી

Mayur

આ TV કલાકારોના સંબંધી છે અરૂણ જેટલી, કઈક આવો છે પરિવાર સાથે સંબંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!