GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

આ રાજ્યમાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધન વાળી સરકાર સંકટમાં, ભાજપની બની શકે છે સરકાર

લોકસભાની ચૂંટણી પહેલા જ કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધન વાળી સરકાર સંકટમાં આવી ગઇ છે. અચાનક બે અપક્ષ ધારાસભ્યોએ સરકારને આપેલો ટેકો પરત ખેંચી લીધો છે. જેને પગલે ફરી કર્ણાટકની કોંગ્રેસ જેડીએસની સરકાર પર સંકટના વાદળ છવાયા છે. કર્ણાટક સરકારને સમર્થન આપી રહેલા એચ. નાગેશ અને આ. સંકરે મંગળવારે સમર્થન પાછુ લઇ લેવા માટે રાજ્યપાલને પત્ર લખ્યો હતો. એક તરફ આ બન્ને અપક્ષ ધારાસભ્યોએ સમર્થન પરત લેવાની જાહેરાત કરી કે બીજી તરફ રાજ્યમાં સૌથી મોટો પક્ષ ભાજપના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી રામનાથ શિંદેએ જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં કર્ણાટકમાં ભાજપની સરકાર બની શકે છે. એવા અહેવાલો છે કે આ ઉથલપાથલ વચ્ચે ભાજપ હવે સરકાર બનાવવા માટેના પાંસા ફેંકી રહ્યું છે.

હાલ કર્ણાટકમાં કુલ ૨૨૫ વિધાનસભાની બેઠકો છે જેમાં ભાજપના ૧૦૪ ધારાસભ્યો હોવા છતા બહુમતથી દુર રહી જ્યારે કોંગ્રેસના ૮૦ અને જેડીએસના ૩૭ મળી કુલ ૧૧૭ ધારાસભ્યોએ સરકાર બનાવી છે, જોકે બે અપક્ષ અને એક બસપાના ધારાસભ્યએ પણ ટેકો આપ્યો હતો, આ સ્થિતિ વચ્ચે અગાઉ બસપાના એક ધારાસભ્ય અને હવે અપક્ષના બન્ને ધારાસભ્યોએ ટેકો પરત ખેેંચી લીધો છે. જોકે તેમ છતા સરકાર પાસે બહુમત છે. કુમારસ્વામીએ કહ્યું હતું કે અમારા બધા જ ધારાસભ્યો અમારી સાથે છે. કોઇ જ આઘુપાછુ નથી થયું અને સરકારને કોઇ જ ખતરો નથી. બહુમત માટે ૧૧૩ ધારાસભ્યો જોઇએ, ૧૧૭માંથી ત્રણ ધારાસભ્યો ખસી જતા હાલ ૧૧૪ ધારાસભ્યો જ બચ્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના એક બે ધારાસભ્યો આઘાપાછા થાય તો સરકાર લઘુમતીમાં આવી શકે છે. આવી સ્થિતિમાં ભાજપ સરકાર બનાવવા સક્રિય થઇ ગયુ છે.

બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ બન્ને એકબીજા પર હોર્સ ટ્રેડિંગના આધારો લગાવી રહ્યા છે. ભાજપના નેતા યેદિયુરપ્પાએ દાવો કર્યો છે કે કોંગ્રેસ અમારા ધારાસભ્યોના સંપર્કમાં છે અને તેને ખરીદવાના પ્રયાસો કરી રહ્યું છે. જ્યારે બીજી તરફ ભાજપ દાવો કરી રહ્યું છે કે કોંગ્રેસના ધારાસભ્યો અમારા સંપર્કમાં છે અને અમે બે દિવસમાં જ સરકાર બનાવીશું. એવા અહેવાલો છે કે કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો ભાજપ અમારા ત્રણ ધારાસભ્યોને તોડશે તો અમે સામે ભાજપના છ ધારાસભ્યોને તોડીશું. તેથી ખુલ્લેઆમ હવે ધારાસભ્યોને પોતાની તરફ કરવાની ખેંચતાણી શરૃ થિ ગઇ છે. 

Related posts

અયોધ્યામાં ભૂમિપૂજનનું મુહૂર્ત બતાવનાર પૂજારીએ મળી ધમકી, કાર્યક્રમમાં સામેલ ન થવાની આપી ચેતવણી

Pravin Makwana

ભગવાન રામ પુરૂષ દેવતા છે, અયોધ્યામાં મૂછવાળી મૂર્તિ લગાવો, મહારાષ્ટ્રના આ નેતાએ આપી શિખામણ

Pravin Makwana

પંચર બનાવતી યુવતીને જોઈ પોલીસે ગાડી ઉભી રાખી, ભાઈ બની રાખડી બંધાવી આજીવન રક્ષા કરવાનું વચન આપ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!