GSTV

મંદિર નિર્માણ પર કોંગ્રેસ બે ધડામાં વહેચાયું, નેતાઓ કહી રહ્યા છે-કોંગ્રેસે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ભાગવુ જોઈએ નહીં !

રામ મંદિર નિર્માણને લઈ કોંગ્રેસ બે ફાંટામાં વહેચાઈ ગઈ છે. એક બાજૂ રામમંદિર નિર્માણની પ્રશંસાઓ થઈ રહી છે. તો બીજી બાજૂ તેનો વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસના લોકસભા સાંસદ ટીએન પ્રતાપને રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન વિશે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને દિગ્વિજય સિંહની પ્રતિક્રિયાનો વિરોધ કર્યો છે. તેમણે પત્ર લખી સોનિયા ગાંધીને કહ્યુ છે કે, કોંગ્રેસ અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ન ભાગવુ જોઈએ.

કેરલના સાંસદે કમલનાથ અને દિગ્વિજયનો કર્યો ઉલ્લેખ

કેરળના ત્રિશૂરથી સાંસદ પ્રતાપને કહ્યુ હતું કે, કોંગ્રેસ મહાસચિવ પ્રિંયકા ગાંધી વાડ્રા તરફથી રામ મંદિરને લઈ જે વલણ અપનાવ્યુ છે, તે સ્વીકાર્ય છે. કારણ કે, તેમણે એકતાની વાત કરી છે. જણાવી દઈએ કે, કમલનાથે રામમંદિર ભૂમિ પૂજન પ્રસંગે બુધવારના રોજ જણાવ્યુ હતું કે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ રામમંદિરનું તાળુ ખોલાવ્યુ હતું. કમલનાથે ભોપાલમાં કોંગ્રેસ કમિટીના કાર્યાલયના મુખ્ય દ્વાર પર ભગવાન રામની તસ્વીર સામે દીવો પ્રગટાવ્યો હતો. આરતી કરી રામની પૂજા પણ કરી હતી.

હિન્દુત્વ તરફી કોંગ્રેસનો ઝૂકાવ

દિગ્વિજય સિંહે પણ રામમંદિર નિર્માણનું સ્વાગત કર્યુ હતું. જો કે, તેમણે ભૂમિ પૂજનને લઈ અનેક સવાલો કર્યા હતા. પ્રતાપને સોનિયા ગાંધીને લખેલા પત્રમાં જણાવ્યુ હતું કે, કમલનાથ અને દિગ્વિજય સિંહની પ્રતિક્રિયા અતિ ખરાબ હતી. કોંગ્રેસનો મત ભાજપના હિન્દુત્વને સમર્થન કરવાનો નથી. તેમણે કહ્યુ હતું કે, મારુ નામ પ્રતાપન છે, હું પણ હિન્દુ છું. હું ભગવાન રામની આરાધના કરૂ છુ. હું મોટા ભાગે શ્રીકૃષ્ણના મંદિરે જાવ છું. તેમના આશિર્વાદ પણ લઉ છું. પણ આપણે હિન્દુત્વનું સમર્થન કરી શકીએ નહીં, જે રીતે ભાજપ અને આરએસએસ કરી રહ્યુ છે.

કોંગ્રેસે ધાર્મિક રાષ્ટ્રવાદ તરફ ન ભાગવાની સલાહ

પ્રતાપને વધુમાં લખ્યુ છે કે, આપણે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ન ભાગવુ જોઈએ, આપણે પરિસ્થિતીને સમજવી જોઈએ અને તાત્કાલિક તેનો વિકલ્પ શોધવો જોઈએ. એક એકતા, સૌહાર્દ અને સહિષ્ણુતાની રાજનીતિ વિરાસત આધારિત હોવી જોઈએ. તેમના આ પત્રને રાજનીતિ અને સ્થાનિક સમીકરણોને જોડીને જોવામાં આવી રહી છે. કોંગ્રેસે જે રીતે રામમંદિર મુદ્દે વલણ અપનાવ્યુ છે, તે જોતા કેરલના સહયોગી પાર્ટીએ નાખુશી વ્યક્ત કરી છે.

કોંગ્રેસ પાસે ધર્મનિરપેક્ષને લઈ સ્પષ્ટ વિચારધારાનો અભાવ

કેરલના મુખ્યમંત્રી પીનરાઈ વિજયને પણ કહ્યુ હતું કે, રામમંદિરને લઈ પ્રિયંકા ગાંધીના નિવેદનથી હૈરાન છું, જો કોંગ્રેસ પાસે ધર્મનિરપેક્ષને લઈ સ્પષ્ટ વિચારધારા હોત,તો આજે આ પરિસ્થિતી થાત નહીં.

READ ALSO

Related posts

ફરવા જવું છે પણ કંઈ હોટલમાં રોકાઈશું તેની ચિંતા સતાવી રહી છે? તો હવે IRCTC કરશે તમને મદદ

Ankita Trada

કોરોનાથી સંક્રમિત થઈ આ ટીવી અભિનેત્રી, શરૂઆતના લક્ષણો વિશે કરી ચર્ચા

Mansi Patel

TATAના આ પૂર્વ કર્મચારીએ લોન્ચ કર્યો UC બ્રાઉઝરનું ભારતીય વિકલ્પ, ડેટા લીક થવાની ફરિયાદ નહીં રહે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!