GSTV
Home » News » ગુજરાત લોકસભા માટે કોંગ્રેસનું આજે દિલ્હીથી ગુજરાત સુધી મેરેથોન મંથન, 500 સભા થશે

ગુજરાત લોકસભા માટે કોંગ્રેસનું આજે દિલ્હીથી ગુજરાત સુધી મેરેથોન મંથન, 500 સભા થશે

ગુજરાત લોકસભા માટે  કોંગ્રેસ આજે દિલ્હીથી ગુજરાત સુધી મેરેથોન મંથન કરશે. દિલ્હીના નેતા ગુજરાતની મુલાકતે છે. દિલ્હીમાં રણનીતિ અંગે તો ગુજરાતમાં અમલવારી અંગે બેઠક યોજશે.  દિલ્હીમાં રાહુલ ગાંધી ગુજરાતના નેતાઓ સાથે રણનીતિ ઘડશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીલક્ષી બે મહત્વની બેઠક યોજાઈ છે. જેમાં સૌ પ્રથમ લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની પ્રચાર કમિટીની બેઠક શરૂ થઈ છે. કોંગ્રેસ દ્વારા તાજેતરમાં જાહેર થયેલી વિવિધ કમિટી અંતર્ગત પ્રચાર કમિટીની કમાન સિદ્ધાર્થ પટેલને સોંપવામાં આવી છે. ત્યારે તેની આગેવાનીમાં આ બેઠક આયોજિત થઈ છે તો સાથે જ આ કમિટીના સભ્યો પણ આ બેઠકમાં સામેલ થયા છે. અમદાવાદમાં કોંગ્રેસનો સંવિધાન બચાવો દેશ બચવો કાર્યક્રમ યોજશે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના કેન્દ્રીય નેતા કુમારી શૈલજા પણ હજાર રહેશે. લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસ 500 સભાઓનું આયોજન કરી રહી છે. એક વિધાનસભા દીઠ 3 જાહેર સભાનું કોંગ્રેસ આયોજન કરશે.

ચૂંટણી ઢંઢેરા કમિટીની જવાબદારી વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીને સોંપવામાં આવી

તો લોકસભાની ચૂંટણી ઢંઢેરા સમતિની બેઠક યોજાઈ હતી. આ વખતની લોકસભા ચૂંટણીમાં ચૂંટણી ઢંઢેરા કમિટીની જવાબદારી વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીને સોંપવામાં આવી છે. બંને કમિટી દ્વારા ચૂંટણી પ્રચાર તેમજ ચૂંટણી ઢંઢેરા અંગે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. ગુજરાત પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા અને પરેશ ધાનાણીની દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે બેઠક યોજાશે.

ગુજરાત કોંગ્રેસમાં કકળાટનો માહોલ છે. લોકસભાના ઉમેદવાર બનવા માટે નેતાઓએ લાઇનો લગાવી છે ત્યાં એક જ નામ ફાયનલ થયું હોય તેવી એક યાદી સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે. જેમાં કેટલીક બેઠકોના ઉમેદવારના નામ છે. આ સંભવિત ઉમેદવાર હોવાના નામે સોશિયલ મીડિયામાં નામો જાહેર થયા છે. બની શકે કે આ ગતકડું પણ હોય પણ જેના નામ છે તે ઉમેદવારો હાલમાં હરખાઈ રહ્યાં છે. મહત્વપૂર્ણ છે કે આ એવા ઉમેદવારોની યાદી બહાર આવી છે કે જે સીટ પર એક જ દાવેદાર પ્રબળ હોય. સુત્રોના જણાવ્યાં પ્રમાણે પક્ષે અંદરખાને તેઓને પ્રચારમાં લાગી જવાની પણ સૂચના આપવામાં આવી છે. આમ હાલમાં ધરમપુરમાં સીડબલ્યૂસીની બેઠક પહેલાં જ કોંગ્રેસના સંભવિત ઉમેદવારો સોશિયલ મીડિયાએ જાહેર કરી દીધા છે. આ વર્ષે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટફ લડાઈ થશે એ નક્કી છે.

 • સંભવિત નામોની યાદી
 • આણંદ: ભરતસિંહ સોલંકી
 • અમદાવાદ પૂર્વ: હિમાંશુ પટેલ
 • વલસાડ: કિશન પટેલ
 • વડોદરા: પ્રશાંત પટેલ
 • દાહોદ: બાબુ કટારા
 • ભાવનગર: કનુભાઈ કલસરિયા
 • બનાસકાંઠા: દિનેશ ગઢવી
 • અમદાવાદ પશ્ચિમ: રાજુભાઇ પરમાર

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે હવે રાહુલ ગાંધી સક્રિય થઈ ગયા છે. રાહુલે પ્રભારી સાતવની ધ્યાન બહાર પણ 3 ખાનગી સરવે કરાવ્યા છે. ખાનગી નેતાઓ આ બાબતે અંધારામાં રહ્યાં છે. રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ હાલમાં 11 જિલ્લાઓમાં મજબૂત છે. ભાજપને આ વર્ષે ફાંફા પડે તેવી સંભાવના વચ્ચે રાહુલના એક નિર્ણયને પગલે 15થી વધારે ધારાસભ્યોના સપનાં ચકના ચૂર થઈ જવાની સંભાવના છે. ગુજરાતમાં આ વર્ષે સાંસદો માટે નવા ચહેરા આવશે એ નક્કી છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યોને ટીકિટ નહી અપાય તેવો નિર્ણય લેવાયો છે. દિલ્હીમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના મહાસચિવો અને પ્રભારીઓને સૂચના આપી છે. આ ઉપરાંત રાજ્યસભાના સાંસદને પણ લોકસભાની ટિકીટ નહી આપવાનો નિર્ણય કર્યો છે. એટલે કે જે ધારાસભ્યો લોકસભાની ટિકિટને લઈને દિલ્હી સુધી દોડી જતા હતા તેમને મોટો ઝટકો લાગ્યો છે.

 • લોકસભાની ચૂંટણી અંગે રાહુલ ગાંધીનો નિર્ણય
 • સીટીંગ MLAને લોકસભાની ચૂંટણીમાં ટીકીટ નહીં અપાય
 • રાજ્યસભાના સંસદને પણ નહીં અપાય લોકસભાની ટીકીટ
 • ગુરુવારે દિલ્હીમાં કોંગ્રેસની મળેલી બેઠકમાં રાહુલની સૂચના
 • કોંગ્રેસના મહાસચિવ અને પ્રભારીઓને રાહુલે આપી સૂચના

15 ધારાસભ્યોનાં સપના અધૂરા રહેશે

ગુજરાતમાં 15 ધારાસભ્યો દિલ્હીના આંટાફેરા કરી રહ્યાં છે. જેમાં અલ્પેશ, સોમા ગાંડા સહિત અમદાવાદના ધારાસભ્યોને લોકસભાની ટિકિટ માટે કોંગ્રેસનું નાક દબાવવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસમાં જૂના જોગીઓ નવાને ચાન્સ આપતા ન હોવાથી કોંગ્રેસ ખાડે ગઈ છે. હવે રાહુલ ગાંધીના આ નિ4ણયને પગલે ઘણા કોંગ્રેસીઓના સપનાં ચકનાચૂર થઈ જશે. આ બાબતે અંદરો અંદર વિખવાદ પણ શરૂ થયા તેવી સંભાવના છે. કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ડામવા માટે થોડા દિવસ પહેલાં 43 નેતાઓની કમિટીઓ બનાવાઈ છે. જેમાં તમામનો સમાવેશ કરાયો છે. રાહુલના આ આદેશને પગલે કાંગ્રેસમાં કકળાટ થાય તેવી પૂરી સંભાવના છે.

Related posts

300 કિલોમીટરની ઝડપે ભાગે છે ટ્રમ્પનું મરીન, ખાસિયતો જાણી અચંબિત થઈ જશો

Arohi

ગાંધી આશ્રમની મુલાકાત સમયે માત્ર આટલા લોકો રહેશે હાજર, મુખ્યમંત્રીને પણ નો-એન્ટ્રી

Nilesh Jethva

ટ્રમ્પ અને મેલેનિયાના સ્વાગત માટે મોદી તમામ પ્રોટોકોલ તોડશે, જાણો શું કરવાના છે પ્રધાનમંત્રી ?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!