GSTV
Home » News » કોંગ્રેસ હજુ રેસમાં, સત્તા સુધી પહોંચવા માટે તૈયાર કર્યો પ્લાન ‘એ’ અને ‘બી’

કોંગ્રેસ હજુ રેસમાં, સત્તા સુધી પહોંચવા માટે તૈયાર કર્યો પ્લાન ‘એ’ અને ‘બી’

એક્ઝિટ પોલ બાદ ભલે સત્તાપક્ષ તરફથી એવા નિવેદનો આવતા હોય કે વિરોધ પક્ષ ગભરાઈ ગયો છે, પરંતુ કોંગ્રેસ પક્ષ હજુ પણ પોતાને સત્તાની રેસમાં માની રહ્યો છે. આના માટે અંદરખાને બે પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યા છે. જો કે, આ પ્લાન એ અને બી ફક્ત ત્યારે જ સફળ થશે જ્યારે કોંગ્રેસની બેઠકો 150 થી વધુ હશે. મંગળવારે કોંગ્રેસ પક્ષના અડધા ડઝન નેતાઓએ યુપીએના સાથી અને અન્ય વિપક્ષી પક્ષો સાથે વાત કરી હતી. હવે મતની ગણતરી શરૂ થવાની રાહ છે. યુપીએના મોટાભાગના સભ્યોને વિશ્વાસ છે કે એક્ઝિટ પોલ ખોટો સાબિત થશે.

Chandrababu Naidu

એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ કહ્યું કે, અમે એક્ઝિટ પોલને યોગ્ય માનતા નથી. કોંગ્રેસ અને અન્ય પક્ષના નેતાઓ ઇવીએમ-વીવીપેટ મુદ્દા પર કામ કરી રહ્યા છે. તેનો અર્થ એ નથી કે કોઈક અમારા વિશે કહે છે કે, વિપક્ષ સંભવિત હારના ડરથી ગભરાઈ ગયો છે. કૉંગ્રેસે તૈયાર કરેલા પ્લાનમાં બે બાબતો છે.

એસપી-બીએસપી ગઠબંધન મિત્રોની શ્રેણીમાં આવે છે

એક તો કૉંગ્રેસ પાર્ટીની પોતાની બેઠકો અને બીજી, સહયોગી પાર્ટીને કેટલી બેઠકો મળે છે. ત્યાર બાદ નંબર આવે છે મિત્રોનો. અહીંયા સહયોગી અને મિત્રો વિશે સ્પષ્ટ કરી દઈએ કે, સહયોગીનો અર્થ છે કે જેમની સાથે મળીને ચૂંટણી લડવામાં આવી છે, મિત્રોમાં એવા પક્ષો આવે છે કે જેઓ સાથે ચૂંટણી લડ્યા નથી પરંતુ તેઓ કેન્દ્રમાં સરકાર રચવા એકબીજાને ટેકો આપી શકે છે. જેમ કે એસપી-બીએસપી ગઠબંધન મિત્રોની શ્રેણીમાં આવે છે.

પ્લાન એ ત્યારે જ લાગુ થાશે, જ્યારે કોંગ્રેસને ઓછામાં ઓછી 150 સીટો મળે

કૉંગ્રેસના નેતાના જણાવ્યાં અનુસાર, જો અમને 150 થી વધુ બેઠકો મળે તો કેન્દ્રમાં યુપીએની સરકાર બની શકે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસનો પ્રયાસ રહે છે કે વડાપ્રધાન તેમની પસંદગીનો હોય. જો કે, આ પ્લાન ત્યારે જ સફળ થાશે જ્યારે યુપીએના અન્ય સાથીઓ અને મિત્રોને ઓછામાં ઓછી 140 બેઠકો મળે.

કોંગ્રેસ પાર્ટી એવું માનીને ચાલી રહી છે કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને બિહાર સહિતના અન્ય રાજ્યોના વિશે જે એક્ઝિટ પોલ દર્શાવાયા છે, તે સત્યથી દૂર છે. અહીંયા કોંગ્રેસ પાર્ટી અને સહયોગી પક્ષ સારા પરિણામ લાવશે. કોંગ્રેસ નેતાનો દાવો છે કે, અમે અમારા બધા સહયોગીઓ અને મિત્રો સાથે આ વિશે વાત કરી લીધી છે.

આમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના વડા એન. ચંદ્રબાબુ નાયડુ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, ડીએમકેના વડા એમકે સ્ટાલિન, ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડા અને સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવનો સમાવેશ થાય છે. આ નેતાઓ સાથેની વાટાઘાટોનો બીજો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે.

પ્લાન બીમાં કોંગ્રેસ હશે, પરંતું સરકાર સહયોગી કે મિત્રો બનાવશે

કોંગ્રેસ પાર્ટીએ જે પ્લાન બી તૈયાર કર્યો છે, તેમાં સહયોગીઓ કે મિત્રો રહેશે. એટલે કે કોંગ્રેસ કેન્દ્રમાં સરકાર બનાવવા માટેની કોશીશ નહી કરે, પરંતુ તે અન્ય પક્ષોને ટેકો આપશે. કૉંગ્રેસની બેઠકો 150 કરતા ઓછી હશે તો જ આ સ્થિતિ શક્ય થશે. કોંગ્રેસનો પહેલો પ્રયત્ન એ હશે કે દક્ષિણ ભારતના કોઈપણ નેતાને ટેકો આપે. બીજું, જ્યારે સરકાર રચવા અથવા પીએમના પદ પર કોઈ સર્વસંમતિ નથી બનતી તો તે સ્થિતિમાં એસપી-બીએસપી ગઠબંધનના નેતાઓને સાથ આપી શકાય છે.

અહીંયા જણાવી દઈએ કે, પ્લાન બી માં આ સ્પષ્ટ કરવામાં આવ્યું છે, કે એસપી-બીએસપીનો ટેકો ફક્ત ત્યારે જ લેવામાં આવશે જ્યારે આ બન્ને પક્ષોને યૂપીમાં 60થી વધારે સીટો મળે. કૉંગ્રેસ પાર્ટી તરફથી યુપીએના બે નેતાઓએ કેરળ અને તેલંગણાના મુખ્યમંત્રી સાથે વાત કરી છે, જેઓ ત્રીજો મોરચો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

આ દેશમાં રૂપિયાની નહીં પણ ટોઈલેટની થઈ ચોરી, કિંમત જાણશો તો આંખો ફાટી જશે

Kaushik Bavishi

માંદા અર્થતંત્રને સાજુ કરવા મોદી સરકારે કમર કસી, વધુ એક ‘બુસ્ટર ડોઝ’ આપવાની તૈયારી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!