ગુજરાત વિધાનસભામાં સત્રના છેલ્લા સેશનમાં કોંગ્રેસે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાની માંગ કરતા નીતિન પટેલે પોઈન્ટ ઓફ ઓર્ડ લીધો હતો અને જણાવ્યું હતુ કે વિધાનસભાના નીતિ નિયમ હેઠળ પ્રસ્તાવના 3 દિવસ પછી ચર્ચા થઈ શકે છે. જ્યારે ચાલુ સત્ર માત્ર બે દિવસનુ છે. જેથી કોંગ્રેસની અવિશ્વાસ દરખાસ્તનું બાળ મરણ થઈ ચૂક્યું છે. એટલે તે નામંજૂર થઈ ગણાવી હતી. તો કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે વિધાનસભામાં અન્ય વિષય પર ચર્ચા માટે કામકાજ સમિતિમાં પહેલાથી જ નક્કી કરાઈ હતી. તો તેવું પણ નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસ પોતાના દિલ્હીના નેતાઓ સામે સારા દેખાવવા આ બધા કામ કરી રહી છે.
તો ખેડૂતોના મુદ્દે પણ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે ખેડૂતો સાથે જે રેલી યોજી તે પણ નિષ્ફળ ગઈ હતી.અને રેલી નિષ્ફળ થતાં કોંગ્રેસે તેનો બદલો લેવા વિધાનસભામાં સૂત્રોચ્ચાર કર્યો હતો. સાથે કહ્યું કે ગુજરાતના ખેડૂતો કોંગ્રેસમાં કોઈ વિશ્વાસ નથી. અને જે અવિશ્વાસની દરખાસ્ત કોંગ્રેસે રજૂ કરી તે ગેરબંધારણીય હતી તેથી તે મંજૂર ન થઈ.