GSTV
Home » News » કોંગ્રેસે અલ્પેશ ઠાકારનું MLA પદ રદ્દ કરવા વિધાનસભા સ્પીકરને રજુઆત કરી, અધ્યક્ષ બોલ્યા કે…

કોંગ્રેસે અલ્પેશ ઠાકારનું MLA પદ રદ્દ કરવા વિધાનસભા સ્પીકરને રજુઆત કરી, અધ્યક્ષ બોલ્યા કે…

Alpesh Thakor quits Congress

પોતાની રાજકીય મહેચ્છા માટે કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અલ્પેશ ઠાકોર સામ કોંગ્રેસે હવે શસ્ત્ર ઉગામ્યુ છે. કોંગ્રેસ હવે અલ્પેશને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટેના પાસા ફેક્યા છે.

10 એપ્રિલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ હવે ગમે તે ઘડીએ છીનવાઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારના વિરોધમા પ્રચાર કરવા બદલ મોવડી મંડળે હવે કાયદાકીય પગલા હાથ ધર્યા છે.આ માટે કોંગ્રેસે વિધાનસભા સચિવને રજૂઆત કરીને  અલ્પેશ ઠાકોરના સસ્પેન્સ અંગે અને પાર્ટી વિરુદ્ધ કરેલા પ્રચારના પુરાવા આપ્યા છે. કોંગ્રેસે રજૂઆત કરી કે અલ્પેશે બનાસકાંઠા, સાબરકાંઠામાં કોંગ્રેસના ઉમેદવારની સામે ઉભેલા ઉમેદવારના સમર્થનમાં રેલી અને પ્રચાર કર્યો હતો. મહત્વનું છે કે કોઈ પણ રાજકીય પક્ષમાંથી ચૂંટાનાર સભ્યને પક્ષના નિયમોને અનુસરવાના હોય છે. પક્ષના નિયમો ભંગ કરવાની સ્થિતિમાં પક્ષ દ્વારા તેમની સામે શિસ્તભંગના પગલા લેવાતા હોય છે. કોંગ્રેસે આ જ નિયમના આધારે અલ્પેશ સામે કાર્યવાહી કરી છે.

જોકે આ મામલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જીએસટીવી સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે ધારાસભ્ય પદ રદ્દ કરવાની અરજી મામલે સંપૂર્ણ અભ્યાસ બાદ જ નિર્ણય લેવાશે. અને નિયમાનુસાર કાર્યવાહી કરાશે. જો વિધાનસભા અધ્યક્ષ નિયમાનુસાર કાર્યવાહી નહી કરે તો કોંગ્રેસ અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદના સસ્પેન્સન અંગે હાઈકોર્ટમાં પણ જઈ શકે છે.

READ ALSO

Related posts

વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા બાદ, નરેન્દ્ર મોદી આ દેશની પ્રથમ મુલાકાતે જશે

Path Shah

કર્ણાટક સરકાર પર સંકટ: કોંગ્રેસનાં આ બે નેતા પૂર્વ CM એસએમ ક્રિશ્નાને મળતા રાજકિય ગરમાવો

Riyaz Parmar

સુરત અગ્નિકાંડ બાદ તંત્ર આવ્યું એક્શનમાં, કરોડોની કિંમતનું વસાવ્યું આ ફાયર વાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!