GSTV
Home » News » ‘રાજીવ ગાંધીને પણ તોતિંગ બહુમતિ મળી હતી, પણ ડર નહોતો ફેલાવ્યો’: સોનિયા ગાંધીનાં આકરા પ્રહારો

‘રાજીવ ગાંધીને પણ તોતિંગ બહુમતિ મળી હતી, પણ ડર નહોતો ફેલાવ્યો’: સોનિયા ગાંધીનાં આકરા પ્રહારો

કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 75મી જયંતિ સમારોહમાં મોદી સરકાર પર સાંકેતિક નિશાન સાધ્યું હતું. સોનિયા ગાંધીએ જણાંવ્યું કે, રાજીવ ગાંધીને પણ પૂર્ણ બહુમિત મળી હતી, પરંતુ તેમણે ક્યારેય તેનો ઉપયોગ ડરનું વાતાવરણ બનાવવા માટે નથી કર્યો.

કોંગ્રેસ અધ્યક્ષાએ કહ્યું કે, રાજીવજીની યાદો આપણા દિલોમાં છે. તેઓ ભારતને મજબૂત, સુરક્ષિત અને આત્મનિર્ભર બનાવવાની વાત કરતા હતાં. રાજીવ ગાંધી એક એવા વડાપ્રધાન હતાં, જેમણે થોડા સમયમાં જ ભારતની એકતાની વાત કરીને પાયાનાં કામો પર ધ્યાન આપ્યું હતું. રાજીવ ગાંધીનો નિર્ણય હતો કે તેમણે 18 વર્ષનાં યુવાનોને મતાધિકાર આપ્યો. પંચાયતો અને નગરપાલિકાઓને બંધારણીય દરજ્જો આપ્યો.. આ સંસ્થાઓ લોકશાહીનાં પ્રથમ પગથિયા તરીકે ઉભરીને આગળ આવી.

તેમણે ટેલિકોમ ક્રાંતિ કરવાનો સંકલ્પ કર્યો અને ટુંક સમયમાં જ તેને પૂર્ણ કર્યો. તેમણે ટેકનોલોજીની તાકાતનો ઉપયોગ માત્ર પરમાણું ઊર્જા, અંતરિક્ષ અને મિસાઇલનાં માધ્યમથી ન કર્યો, પરંતુ તેમણે દેશમાં સામાજીક બદલાવ માટે સાયન્સ અને ટેક્નોલોજીનો ઉપયોગ પેય જળ અને ખેતીનાં વિકાસ માટે કર્યો.

ઘમંડ નહિં, પરંતુ કામ કરીને બતાવ્યું

રાજીવ ગાંધીએ ઉત્તર-પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે કોંગ્રેસ પાર્ટીનાં હિતોને સાઇડમાં મુકીને સ્થિતિને સામાન્ય બનાવી. ભારતની અર્થવ્યવસ્થાનાં વૈશ્વિકીકરણ અને વિશ્વવ્યાપી બનાવવા માટે પહેલું પગલું રાજીવ ગાંધીએ ભર્યુ હતું. સાથે જ તેઓ એ બાબાતે સાવચેત રહ્યા કેજો ભારતને વિશ્વમંચ પર આગળ કરવું હોય તે તેને સ્વયં સમાવેશી બનાવીને આગળ વધવું પડે. આ કાર્ય તેમણે ઘમંડ બતાવીને કે નારાબાજી કરીને નહિં પરંતું પોતાનું કર્મ કરીને બતાવ્યું.

સોનિયા ગાંધીએ જણાંવ્યું કે 1984માં તેઓ તોતિંગ બહુમતિ સાથે જીતીને આવ્યા, પરંતું તેમણે પોતાની આ જીતનો ઉપયોગ ડરનો માહૌલ બનાવવા કે પછી લોકોને ડરાવવા-ધમકાવવા માટે નહોતો કર્યો. સંસ્થાઓની સ્વતંત્રતા નાબૂદ કરવા માટે ન કર્યો. અસહમતિ અને ટિકાકારોને કચડી નાંખવા માટે ક્યારેય નહોતો કર્યો. લોકશાહી અને જીવનશૈલીને ભયભિત કરવા માટે પોતાનાં સત્તાનાં પાવરનો ઉપયોગ નહોતો કર્યો.

યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ જણાંવ્યું કે 1989માં ફરી વખત કોંગ્રેસ બહુમતિ સાથે ન જીતી શકી. રાજીવ ગાંધીએ આ હારને પણ સ્વીકારી હતી.સૌથી મોટો રાજકિય પક્ષ હોવા છતાં તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો ન હતો.તેમનાં નૈતિક બળ, તેમની ઇમાનદારી અને તેમની ઉદારતાએ જ તેમને આવું કરવા દીધું નહોતું. સોનિયા ગાંધીએ જણાંવ્યું કે આજે કોઇ ન કરી શકે, જે રાજીવ ગાંધી અને રાહુલ ગાંધીએ કરી બતાવ્યું.

READ ALSO

Related posts

દેશમાં રોજગારીની કમી નથી પરંતુ ઉત્તર ભારતના લોકોમાં યોગ્યતા નથીઃ કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારે

Kaushik Bavishi

સંઘના યોગદાનના કારણે તિરંગાને સન્માન અને વંદેમાતરમની ગૂંજ દુનિયાના દેશમાં છેઃ સતીષ પુનિયા

Kaushik Bavishi

ઇસરો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા નાસાની મદદ લઈ શકે છે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!