કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં પાર્ટીના મહાસચિવો, રાજ્યોના પ્રભારીઓ, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની બેઠક મળી હતી.

આ બેઠકમાં સોનિયા ગાંધી ઉપરાંત મનમોહન સિંહ, ગુલામ નબી આઝાદ, કેસી વેણુગોપાલ, અહેમદ પટેલ, એકે એન્ટોની, પ્રિયંકા ગાંધી સહિત પાર્ટીના અન્ય દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને લઇને આ બેઠક મહત્વપૂર્ણ ગણાઇ રહી છે. બેઠકમાં સરકારને આર્થિક મોરચે ઘેરવા અંગે પણ ચર્ચા થઇ હતી. આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાજર રહ્યા ન હતા.

કારણ કે બેઠકમાં પાર્ટીના જુદા જુદા પદાધિકારીઓને બોલાવાયા હતા. જ્યારે કે રાહુલ ગાંધી માત્ર સાંસદ અને કોંગ્રેસ કાર્યસમિતિનું સભ્યપદ ધરાવે છે.
READ ALSO
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી