GSTV
Gujarat Government Advertisement

આંતરિક લડાઈ/ 4 રાજ્યોમાં કોંગ્રેસમાં કકળાટ : દિશાહીન નેતૃત્વથી હાઈકમાન્ડ નહીં સાંભળે તો કશું જ બચશે નહીં, તૂટી જશે પાર્ટી

કોંગ્રેસી

Last Updated on June 11, 2021 by Damini Patel

રાષ્ટ્રીય સ્તર પર કોંગ્રેસની દિશાહીનતા અને નબળાઈની અસર હવે રાજ્યોમાં પણ પક્ષ માટે સમસ્યા વધારી રહી છે. પંજાબ અને રાજસ્થાન જ નહીં, ગુજરાત અને કેરળ જેવા મજબૂત જનાધાર ધરાવતા રાજ્યોમાં પણ પક્ષનો આંતરિક સંઘર્ષ વધ્યો છે અને જૂથબંધી અટકવાનું નામ નથી લેતી. તેમાં પણ કોંગ્રેસ નેતૃત્વની દુવિધા અને નિર્ણાયક નિર્ણયો લેવામાં વિલંબ પક્ષને ભારે પડી રહ્યો છે. દરમિયાન વરિષ્ઠ નેતા કપિલ સિબલે પણ હાઈકમાન અને અસંતુષ્ટ નેતાઓને એકબીજાની વાત સાંભળવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે હાઈકમાન સાંભળી રહ્યા છે. જો તેઓ અસંતુષ્ટ નેતાઓનું નહીં સાંભળે તો કશું જ બચશે નહીં.

કોંગ્રેસ હાઈકમાનની દિશાહિનતા અને અનિર્ણાયક્તાના કારણે જ જ્યોતિરાદિત્ય સિંધિયા અને જિતિન પ્રસાદ જેવા વરિષ્ઠ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. પંજાબમાં કોંગ્રેસનો આંતરિક સંઘર્ષ એ સ્તરે પહોંચી ગયો છે કે હાઈકમાને વરિષ્ઠ નેતાઓની સમિતિ બનાવીને સમાધાન શોધવાના પ્રયાસો કરવા પડી રહ્યા છે. આગામી વર્ષના પ્રારંભમાં પંજાબમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને પક્ષ ફરીથી સત્તામાં પાછા આવવા માટે તૈયારી કરવાના બદલે પોતાના નેતાઓના ઝઘડામાં જ ફસાયેલો છે.

મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પક્ષના વિરોધી જૂથના નેતાઓ નવજોત સિંહ સિદ્ધુથી લઈને પ્રતાપસિંહ બાજવા વગેરે પોતાના એકછત્ર રાજકારણમાં સ્પર્ધા બનાવવાની સંભાવનાઓ રાખવા માગતા નથી. પંજાબમાં મહત્વાકાંક્ષી નવજોતસિંહ સિદ્ધુ તેમની લોકપ્રિયતાના બળે કેપ્ટનનું નેતૃત્વ સ્વીકારવા તૈયાર નથી. આ જ કારણે પંજાબ કોંગ્રેસના ધમાસાણે ચંડીગઢથી લઈને દિલ્હી સુધી પક્ષનું તાપમાન વધી રહ્યું છે.

એ જ રીતે રાજસ્થાનમાં ૧૦ મહિના પહેલા વિદ્રોહ કરીને પાછા ફરેલા સચિન પાયલટ અને તેમના સમર્થકો રાજસ્થાનની સત્તા અને સંગઠનમાં પાછા ફરવા માટે હજી પણ રાહ જોઈ રહ્યા છે. પરંતુ મુખ્યમંત્રી અશોક ગેહલોત હજી પણ પાયલટ જૂથની અવગણના કરી રહ્યા છે. હવે પાયલટ જૂથ ખુલીને તેમને અપાયેલા વચનો પૂરા કરવાની માગ કરી રહ્યું છે. હાઈકમાન પણ પાયલટ જૂથનું મહત્વ વધારવાના પક્ષમાં છે, પરંતુ ગેહલોત રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વની દુવિધાનો લાભ ઊઠાવી આ બાબતને ટાળી રહ્યા છે. વરિષ્ઠ નેતા જિતિન પ્રસાદે પક્ષ છોડતાં હવે સચિન પણ ગેહલોત અને હાઈકમાન બંન પર દબાણ લાવવાની ચાલ ચાલ્યા છે.

CONGRESS

કોંગ્રેસના અસંતુષ્ટજૂથના અગ્રણી નેતા કપિલ સિબલે પક્ષની વર્તમાન સ્થિતિ માટે સ્પષ્ટરૂપે હાઈકમાનની સંવેદનહિનતાને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે રાજકારણમાં સૌથી મહત્વનું લોકોની વાતો સાંભળવાનું છે. કોઈ સંગઠન વાતો સાંભળવાનું બંધ કરી દે તો તેનો વિકાસ ત્યાં જ રોકાઈ જાય છે. તેમણે હાઈકમાનને અસંતુષ્ટ નેતાઓની માગણી પૂરી કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું હાઈકમાન સાંભળશે નહીં તો કશું જ બચશે નહીં. જિતિન પ્રસાદના ભાજપમાં જોડાવાથી આપણે હવે ‘આયા રામ ગયા રામ’થી પ્રસાદ પોલિટિક્સ તરફ આગળ વધી રહ્યા છીએ. તમને જ્યાં પ્રસાદ મળે, તે પક્ષમાં જોડાઈ જાવ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

હવે તો હદ થઈ/ મોબાઈલ વાપરતાં સનકી તાનાશાહ કિમ જોંગે 10 નાગરિકોને આપી મોતની સજા, દેશભરમાં પાડ્યા હતા દરોડા

Vishvesh Dave

ઓહ નો / મુંબઈની એક હોસ્પિટલમાં ઉંદરો એક દર્દીની આંખ કાતરી ગયા, આંખની સર્જરી બાદ હવે નવી ઉપાધી આવી

Zainul Ansari

જૂન માસના અંત સપ્તાહમાં વરસાદ ખેંચતા ખેડૂતો નિરાશ, વરસાદ પડશે તો વાવેતર વધે તેવો અંદાજ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!