ઉદયપુરમાં ચાલી રહેલી કોંગ્રેસની ચિંતન શિબિરમાં તમામ નેતાઓએ રાહુલ ગાંધીને ફરીથી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માંગણી કરી છે. સૂત્રો મુજબ નેતાઓની માંગણી બાદ સોનિયા ગાંધીએ તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખ,પ્રભારીઓ, વિધાનસભામાં વિપક્ષના નેતાઓની બેઠક બોલાવી છે.

રવિવારે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં રાહુલને પાર્ટીની કમાન સોંપવાનો મુદ્દો ઉઠી શકે છે.. બેઠકમાં તમામ નેતાઓએ અવાજ ઉઠાવ્યો કે રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવ્યા બાદ દેશભરમાં યાત્રા કાઢવી જોઈએ.. રાહુલ ગાંધી આ યાત્ર દ્વારા 2024ની લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજ્યોમાં કોંગ્રેસ માટે માહોલ ઉભો કરે.. યાત્રાને વ્યવસ્થિત અને અસકારક બનાવવા માટે એક રોડમેપ તૈયાર કરવામાં આવે.. ત્યારે મનાઈ રહ્યું છે કે રાહુલ ગાંધી ઓક્ટોબરથી જન જાગરણ યાત્રા શરૂ કરી શકે છે.

છેલ્લા બે દિવસથી પાર્ટી હાઈકમાન્ડ ચિંતન શિબિરમાં તમામ છ સમિતિઓના ચર્ચોમાં હાજરી આપી રહ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ તેમને પોતાનો રિપોર્ટ આપી રહ્યા છે. મંથન થઈ રહ્યું છે. આ રિપોર્ટ પર ચર્ચા થઈ રહી છે. આ બધાની વચ્ચે સોનિયા ગાંધી લોકો પાસેથી અભિપ્રાય માંગી રહ્યા છે. હવે રવિવારે સોનિયા ગાંધી સમિતિઓની આ ચર્ચાઓ અને બેઠકોના પરિણામ પર પોતાની મહોર લગાવવા જઈ રહ્યા છે. પાર્ટીના રોડમેપની સાથે રાહુલ ગાંધીના રાજ્યાભિષેક પર અને હવે સૌની નજર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પર છે.
READ ALSO
- સંજય રાઉતનો એકનાથ શિંદેને ખુલ્લો પડકાર! તમારી પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે તો શા માટે ગુવાહાટીમાં છો, દેખાડો તમારું શક્તિપ્રદર્શન
- શેરબજારમાં કરોડો રૂપિયા કેવી રીતે કમાઈ શકાય? Warren Buffettની સલાહથી થશે જોરદાર કમાણી
- હટકે અંદાજ/ બૉસથી પરેશાન થઇને એમ્પ્લોયીએ બોલીવુડ સૉન્ગ લખીને આપ્યું રાજીનામું, વાંચીને લોકોની ઉડી ગઇ ઉંઘ
- ભાવનગરની મહિલા કોલેજ આવી વિવાદમાં, કોલેજના આચાર્યની મનમાની સામે રોષ
- Bedroom Secret/ મિલિંદ સોમને ખોલ્યા બેડરૂમના રહસ્ય, કહ્યું- હજુ પણ 26 વર્ષ નાની પત્નીથી વધુ…