GSTV
India News Trending

મોંઘવારી મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં / રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ભારે માછલા ધોયા, સરકારી સંસ્થાઓને ભાજપ-સંઘની શાખામાં ફેરવી નાંખી

મોંઘવારી મુદ્દે દેખાવો કરી રહેલા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પોલીસે અટકાયત કરી છે. જોકે રાહુલ ગાંધીએ તેના પહેલા કેન્દ્ર સરકાર પર ભારે માછલા ધોયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યુ હતુ કે, તમે બેરોજગારી અને મોંઘવારીનો મુદ્દો ઉઠાવો છો પણ ભાજપ કહે છે કે લોકશાહીમાં તો જનતા નક્કી કરે છે કે કોણ ચૂંટણી જીતશે?

તેના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હા એમ તો હિટલર પણ ચૂંટણી જીતતો હતો. હિટલર ચૂંટણી એટલા માટે જીતતો હતો કે જર્મનીનું આખું તંત્ર તેના હાથમાં હતું. તેની પાસે પોલીસ હતી, પેરામિલિટરી ફોર્સ હતી અને આખું તંત્ર હતું. મને પણ તમે આખી સિસ્ટમ આપી દો તો હું બતાવીશ કે કેવી રીતે ચૂંટણી જીતાય છે.

રાહુલ ગાંધીએ ફરી કહ્યું હતું કે, હું પીએમથી ડરતો નથી. મોદી સરકારે આખા દેશની તમામ સરકારી સંસ્થાઓને ભાજપ અને સંઘની શાખામાં ફેરવી નાંખી છે. ઈડી જેવી સંસ્થાઓ વિપક્ષને કચડવા માટે ઉપયોગ થઈ રહ્યો છે.. ભાજપ સામે ઉઠતા તમામ અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

Read Also

Related posts

સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્ર્રમાં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીની જીતવાની શક્યતા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

Binas Saiyed

T20 WC 2022/ આ બે ક્રિકેટર T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર! ગંભીર ઈજાને કારણે BCCIએ આપી આ જાણકારી

Hemal Vegda

કૃષ્ણ જન્માષ્ટમી/ 18 કે પછી 19 ઓગસ્ટમાંથી ક્યા દિવસે જન્માષ્ટમીની ઉજવણી કરવી? જ્યોતિષીઓ પાસેથી જાણો યોગ્ય તારીખ, મૂહુર્ત અને પૂજા વિધિ

Binas Saiyed
GSTV