GSTV

BIG NEWS / ગુજરાત કોંગ્રેસ નેતાઓની હાઇકમાન્ડ સાથેની બેઠક પૂર્ણ, જાણો કોને-કોને સોંપાઇ શકે છે મોટી જવાબદારી

Last Updated on October 22, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાત કોંગ્રેસને લઇને એક બાદ એક અવનવા સમાચાર સામે આવી રહ્યાં છે. ત્યારે વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. મહત્વનું છે કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓની આજે દિલ્હીમાં બેઠક હતી કે જે પૂર્ણ થઇ ગઇ છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ પદ, મહિલા કોંગ્રેસ પ્રમુખ તેમજ કેમ્પેઇન કમિટીનાં ચેરમેનના નામોને લઇને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જાણવા મળી રહ્યું છે કે, આવતા સપ્તાહમાં પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઇ શકે છે.

અત્રે નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ તમામ નેતાઓ સાથે આ બેઠકમાં ચર્ચા કરી હતી. રાજ્યનાં પ્રભારી ડો. રઘુ શર્મા પણ આ બેઠકમાં હાજર રહ્યાં હતાં. તમને જણાવી દઇએ કે, જ્યારે પણ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે ત્યારે પ્રમુખની સાથે-સાથે વિપક્ષનાં નેતાની પણ ઘોષણા થશે. ચારથી પાંચ ઉપપ્રમુખનાં નામની પણ જાહેરાત થશે.

જાણો કોને-કોને સોપાઇ શકે છે મહત્વની જવાબદારી?

અશોક ગેહલોતને ગુજરાતમાં સોંપાશે વિશેષ જવાબદારી
પ્રમુખ પદમાં જગદીશ ઠાકોરનું નામ સૌથી આગળ
પાટીદાર પ્રમુખ બનશે તો OBC બનશે વિપક્ષી નેતા
વિપક્ષ નેતામાં વિરજી ઠુમ્મર-પૂંજાભાઇ વંશનાં નામ અગ્રેસર
આદિવાસી નેતાને પણ સોંપાશે વિશેષ જવાબદારી
સિનિયર નેતાઓને સમાવાશે સલાહકાર મંડળમાં
કેમ્પેઇન કમિટીનાં ચેરમેન તરીકે નવા જ નેતાનું નામ આવશે
મહિલા કોંગ્રેસનાં પ્રમુખમાં પણ આવશે નવો ચહેરો
સંગઠનમાં તમામ જ્ઞાતિને સાચવવામાં આવશે
15થી વધુ જિલ્લા શહેરનાં પ્રમુખ બદલાશે
વિધાનસભાની ચૂંટણી પહેલાં 4 ઝોનમાં સેક્રેટરી મુકાશે
કેન્દ્રથી મુકાશે ચાર યુવા સેક્રેટરી
બૂથ મેનેજમેન્ટ પર મહત્વનું ધ્યાન અપાશે
ડો. રઘુ શર્માને ગુજરાતમાં જ કેમ્પ કરવા આદેશ

READ ALSO :

Related posts

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari

ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં દરોમાં થશે ફેરફાર? શું સામાન્ય નાગરીકોને થશે લાભ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!