‘જી’ વિવાદ : રાહુલે મસૂદને ‘જી’ કહેતા બચાવમાં કોંગ્રેસ ભાજપનો હાફિઝ ‘જી’ વીડિયો લઈ આવી

Congress president Rahul Gandhi

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આતંકવાદી મસૂદને જી કહીને સંબોધતા ભાજપે કોંગ્રેસને નિશાને લીધી છે. રાહુલ ગાંધીના નિવેદન બાદ કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના બચાવમાં ઉતરી આવી..કોંગ્રેસ નેતા પ્રિયંકા ચતુર્વેદિએ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ નો એક વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

આ વીડિયોમાં કોંગ્રેસે દાવો કર્યો છે કે, રવિશંકર પ્રસાદ પોતાની એક પ્રેસ કોન્ફરન્સમાં હાફિઝ સઈદને જી કહીને સંબોધિત કરી રહી રહ્યા છે. પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યુ કે, કોંગ્રેસને આશા છે કે, રવિશંકર પ્રસાદના વીડિયોને ભાજપની વેબસાઈટ પર સારી જગ્યા મળશે. પ્રિયંકા ચતુરવેદીએ વધુ એક ટ્વિટમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની તસ્વીર પોસ્ટ કરી હતી. અને ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter