GSTV

જો કોંગ્રેસને આટલી બેઠક મળી તો રાહુલ ગાંધીને પીએમ પદ માટે પસંદ કરવામાં આવશે

Ghulam Nabi Azad

લોકસભાની ચૂંટણીનું ભલે એક જ તબક્કો બાકી બચ્યો હોય, પરંતુ કોંગ્રેસે બહુમત ન મળવાની સ્થિતીમાં ગઠબંધનનાં સંકેતો આપ્યા છે.  એટલું જ નહી કોંગ્રેસનું કહેવું છેકે, જો તેમને ગઠબંધનમાં પીએમનું પદ નહી મળે, તો પણ કોઈ સમસ્યા નથી. ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે મહત્વનું નિવેદન  આપ્યુ છે.  તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસ પીએમ પદ વગર ગઠબંધનની સરકારમાં સામેલ થવા માટે તૈયાર રહેશે.

કોંગ્રેસનો એક માત્ર ઉદ્દેશ કેન્દ્રમાંથી મોદી સરકારને હટાવવાનો છે.  ગુલામ નબીએ કહ્યુ કે, કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર છે કે, કોંગ્રેસના પક્ષમાં સરકાર બનશે તો અમે તમામ સાથી પક્ષોને સાથે લઈને ચાલવાના છીએ. આ પહેલા કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસને બહુમત નહીં મળે. જેથી કોંગ્રેસ યુપીએના સાથી પક્ષો સાથે ગઠબંધન કરી સરકાર બનાવી  શકે છે. કપિલ સિબ્બલે વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસને 272 બેઠક મળશે તો રાહુલ ગાંધીને પીએમ પદ માટે પસંદ કરવામાં આવશે.

READ ALSO

Related posts

અંતિમ સફર / હવે મ્યુઝિયમમાં નહીં ફેરવાય INS વિરાટ, કંપનીને હજુ સુધી નથી મળી NOC

Mansi Patel

હવે જીવનસાથીની શોધ બનશે વધુ સરળ, યુવાનો માટે Facebook એ લોન્ચ કરી ડેટિંગ એપ

Ankita Trada

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં હથિયારો સાથે જૂથ અથડામણ, પોલીસનો કાફલો ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!