કૉંગ્રેસે ઉમેદવારની ત્રીજી યાદી જાહેર કરી, આ રાજ્યોમાં બેઠક થઈ ફાઈનલ

rahul gandhi on rafale

કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 18 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા. આસામની પાંચ, મેઘાલયની બે, નાગાલેન્ડ અને સિક્કિમની એક-એક બેઠક જ્યારે તેલંગાણાની આઠ અને યુપીની એક બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવે છે. હમેશા પરિવારવાદના આરોપથી ઘેરાયલી કોંગ્રેસે ત્રીજી યાદીમાં પણ પરિવારવાદને પ્રોત્સાહન આપ્યુ છે.

કોંગ્રેસે યુપીની બારાબંકીથી પીએલ યુનિયાના પુત્ર તનુજ પુનિયાને ટિકિટ આપી છે. આ ઉપરાંત અસમની કરીમગંજ બેઠક પરથી સ્વરૂપ દાસ, સિલચરથી સુષ્મિતાદેવ, અને કલિયાબોરથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા તરૂણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગોઈને ટિકિટ આપી છે. આ પહેલા કોંગ્રેસે પહેલી યાદીમાં 15 ઉમેદવારીની યાદી જાહેર કરી હતી. જજે બાદ બીજી યાદીમાં 21 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે અત્યાર સુધીમાં 28 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter