GSTV

કોંગ્રેસનું કોઈ રણીધણી નથી, પ્રજા ભાજપથી કંટાળી કોંગ્રેસને મત આપે છે પણ એ સરકાર રચી શકતી નથી

કોંગ્રેસ

બિહાર વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ગઈ છે. નીતિશ કુમારના નેતૃત્વમાં રાજ્યમાં એનડીએની સરકાર બની ગઈ છે. ચૂંટણીમાં મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું. કોંગ્રેસે 70 બેઠકો પર ચૂંટણી લડી અને માત્ર 19 બેઠકો પર જ જીત મેળવી શકી.કોંગ્રેસના બિહારમાં ખરાબ પ્રદર્શન પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોંગ્રેસનું સતત પતન થઈ રહ્યું છે. એવું લાગે છે કે, કોંગ્રેસનું કોઈ રણીધણી નથી બચ્યું. કોંગ્રેસ જે રીતે પ્રદર્શન કરી રહી છે, તેનાથી લાગે છે કે, તે દેશનું ભવિષ્ય નથી.

કેજરીવાલે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

કોંગ્રેસ

એક કાર્યક્રમમાં શુક્રવારે ઉપસ્થિત રહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘કોંગ્રેસ સંપૂર્ણ રીતે ઢળતી જઈ રહી છે. કોંગ્રેસનું કોઈ રણીધણી નથી બચ્યું. એક પછી એક રાજ્યમાં આપણે જોઈએ છીએ કે લોકો ભાજપથી પરેશાન થઈને કોંગ્રેસને વોટ આપે છે અને પછી કોંગ્રેસ, ભાજપની સરકાર બનવા દે છે.

કોંગ્રેસના બધા ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ જાય છે. એવામાં ચૂંટણી દગો થઈ ગઈ છે. તમે મત કોંગ્રેસને આપો કે પછી ભાજપને, સરકાર તો ભાજપની જ બને છે.’

કેજરીવાલે કહ્યું કે, ‘મને લાગે છે કે, રાષ્ટીય સ્તર પર કોંગ્રેસના વિકલ્પ તરીકે કોઈ હોવું જોઈએ. તે પ્રાદેશિક પાર્ટીઓના રૂપમાં ઊભરશે કે બીજું કંઈક હશે. પરંતુ કોંગ્રેસનું હવે કોઈ ભવિષ્ય નથી.’

આમ આદમી પાર્ટીને લઇને કેજરીવાલે શું કહ્યું

આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય રાજકારણમાં ભૂમિકા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કેજરીવાલે કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો. કેજરીવાલે હસીને કહ્યું કે, એ તો સમય બતાવશે કે તેમનો રોલ કેવો હશે.

તેમણે કહ્યું કે, ‘આમ આદમી પાર્ટી એક નાની પાર્ટી છે. પરંતુ, દિલ્હીમાં કરાયેલા કામોને કારણે સમગ્ર દેશના લોકો ઈજ્જતથી ‘આપ’ને જુએ છે. મને એ આશા છે કે દેશના લોકો વિકલ્પ જરૂર આપશે.’

Read Also

Related posts

સમગ્ર વિશ્વને એસ્ટેરોઇડ્સ અને એલિયન્સની ખબર આપતું દુનિયાની સૌથી પાવરફૂલ ટેલિસ્કોપ ધરાશાયી

Nilesh Jethva

રેલ્વેમાં નોકરીની સુર્વણ તક/ અલગ અલગ 1.40 લાખ પદ પર ભરતીની પરીક્ષાઓ, ચેક કરો જાહેર થઈ છે તારીખો

Pravin Makwana

લીવ ઇન રિલેશનશીપને લઈને હાઇકોર્ટે આપ્યો ચુકાદો, કહ્યું: કપલને મનસુફીથી રહેવાનો હક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!