કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપની સરકાર આંધળી-બહેરી છે, ખોટા ભાષણ કરે છે

પ્રધાનમંત્રી આવાસ યોજના મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપની સરકાર આંધળી-બહેરી છે. કોઈને રહેવાની તકલીફ નહીં પડે તેમ 2012 અને 2014માં પ્રચાર કરીને ખોટા ભાષણ કર્યા છે. અગાઉ કોંગ્રેસે ઇન્દિરા આવાસ યોજનામાં લોકોને પ્લોટ આપવાનું અને મકાન આપવાનું શરૂ કર્યું હતું પણ ભાજપ વર્ષોની જેમ નામ બદલીને પોતાની યોજના કરે છે. વડોદરામાં લોકોની ઝૂંપડપટ્ટી પર બુલડોઝર ફેરવીને મકાનની વાતો કરી પણ આજ દિન સુધી જગ્યા પર પાયો પણ નાખ્યો નથી. કોંગ્રેસે નામદાર ચીફ સેક્રેટરીને લેખિતમાં એફિડેવિટ કરીને રજૂઆત કરી છે અને લોકોને મકાનો પુરા પડવાની માંગણી કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter