GSTV
Home » News » UPSC જેવી કોઈપણ પરીક્ષા વગર આ યુવકને ડે.કલેક્ટર બનાવી દેવાયો

UPSC જેવી કોઈપણ પરીક્ષા વગર આ યુવકને ડે.કલેક્ટર બનાવી દેવાયો

છત્તીસગઢમાં નવનિર્વાચીત રાજ્ય સરકારે પૂર્વ કોગ્રેસી નેતા મહેન્દ્ર કર્માનાં પુત્રને deputy collector job ડેપ્યુટી કલેક્ટરની નોકરી આપી છે. આ નિર્ણય છત્તીસગઢ સરકારની કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે. આશીષ કર્માને રાજ્ય સરકારે રહેમરાહે નોકરી આપી છે. કર્માને રહેમરાહે નોકરી આપવાની અરજી વર્ષ 2013થી પેન્ડિંગ હતી. આશીષ કર્માનો અભ્યાસ પુર્ણ  થયો ન હતો તેથી તેમની નોકરીની અરજી પેન્ડિંગ  હતી. હવે આશીષ કર્માએ પોતાનું ગ્રેજ્યુએશન પુર્ણ કર્યુ છે. તેથી રાજ્ય સરકારે તેમને નોકરી આપવાનો નિર્ણય કર્યો છે.

કેમ અપાઈ નોકરી?

આશીષ કર્મા દિવંગત કોંગ્રેસ નેતા મહેન્દ્ર કર્માના પુત્ર છે. 25-મે 2013નાં રોજ બસ્તરમાં આવેલી જીરમ ખીણમાં નક્સલી હુમલો થયો હતો. આ હુમલામાં પૂર્વ વિપક્ષી નેતા મહેન્દ્ર કર્મા સિહત 29 લોકોનાં મોત થયાં હતાં. આ હુમલામાં 10 સુરક્ષા જવાનો પણ શહિદ થયાં હતાં. ત્યારે છત્તીસગઢમાં ભાજપની સરકાર હતી. ત્યારે તત્કાલિન રાજ્ય સરકારે રહેમરાહે નોકરી આપવાનો નિર્ણય કર્યો હતો. ત્યારથી આ નિર્ણય પડતર હતો.

ભાજપનો વિરોધ

જો કે રહેમરાહે નોકરી આપવામાં સીધા ડેપ્યુટી કલેક્ટર પદે નિયુક્ત કરાતા અનેક લોકોએ નારાજગી બતાવી છે. રાજ્યનાં પૂર્વ સનદી અધિકારી અને ભાજપ નેતા ઓપી ચૌધરીએ આ નિમણુંકનો વિરોધ કર્યો છે. તેમણે જણાંવ્યું છે કે, રાજ્ય સરકારનો આ નિર્ણય લાખો બેરોજગાર યુવાનો સાથે અન્યાય કર્યો છે. તેમણે સોશ્યલ મીડિયામાં કોંગ્રેસ સરકારને સવાલ કર્યો હતો કે કર્મા પરીવારમાંથી લોકસભા ટીકિટ ન મળે તે માટે  રાજ્ય સરકારે તુષ્ટિકરણનું આ પગલું ભર્યુ છે.

કોણ છે મહેન્દ્ર કર્મા ?

મહેન્દ્ર કર્મા કોંગ્રેસનાં દિગ્ગજ નેતા હતાં. જ્યારે ડો.રમણસિંહનાં નેતૃત્વ વાળી ભાજપ સરકાર છત્તીસગઢમાં શાસન કરતી હતી. ત્યારે મહેન્દ્ર કર્મા વિપક્ષી નેતા હતાં. ત્યારે તેઓ નકસલી હુમલામાં શહિદ થયાં  આશીષ કર્માનાં બન્ને મોટા ભાઈ અને તેમની માતા દેવતી કર્મા રાજનિતીમાં સક્રિય છે.. દેવતી કર્મા 2013માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે 2018ની ચૂંટણીમાં તેઓ હારી ગયા હતાં.

કોંગ્રેસનો જવાબ

બીજી તરફ મહેન્દ્ર કર્માનાં પુત્ર આશીષ કર્માને નોકરી આપવા મામલે કોંગ્રેસનું કહેવું છે કે, અમે કર્મા પરિવારને સન્માન આપવાનો પ્રયત્ન કર્યો છે. આ નિર્ણયથી કોઈ વિવાદ થાય તે વ્યાજબી વાત નથી. જો કે આ પહેલા પણ છત્તીસગઢ સરકાર એક આઈપીએસ ઓફિસરનાં દિકરાને  ડેપ્યુટી કલેક્ટર બનાવી ચુકી છે. 2009માં રાજનાંદગાંવનાં એસપી રહેલા વીકે ચૌબે નક્સલી હુમલામાં શહિદ થયાં હતાં. ત્યારબાદ તેમનાં પુત્રને રાજ્ય સરકારે રહેમરાહે ડેપ્યુટી કલેક્ટરની નોકરી આપી હતી.

READ ALSO

Related posts

ગુજરાતીઓએ મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિગ માટે ચૂકવવો પડશે ચાર્જ, સુપ્રીમે આપ્યો મોટો ચૂકાદો

Karan

સુપ્રીમના ચૂકાદા પહેલાં મોદી સરકારના સાંસદે આપી દીધો ચૂકાદો, મંદીર બાંધવાની તારીખ પણ જાહેર કરી દીધી

Mayur

મુગલોએ બળજબરીથી વિવાદિત જમીન પર મસ્જિદ બનાવી હતી અને મંદિરને તોડી પાડ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!