GSTV

ભારત બંધમાં કોંગ્રેસને 21 પાર્ટીઓનું સમર્થન : અજય માકન

Last Updated on September 9, 2018 by Mayur

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થઈ રહેવા વધારાના વિરોધમાં સોમવારે કોંગ્રેસે ભારત બંધનુ એલાન આપ્યુ છે. કોંગ્રેસનો દાવો છે કે, ભારત બંધના એલાનમાં 21 રાજકીય પક્ષોએ સમર્થન આપ્યુ છે. બંધ દરમ્યાન કોઈપણ પ્રકારની હિંસાને પ્રોત્સાહન આપવામાં આવશે નહી.

કોંગ્રેસના બંધના એલાનને ડાબેરી, ડીએમકે, એમએનએસ જેવી પાર્ટીએ પણ સમર્થન  આપ્યુ છે.  કોંગ્રેસના સાસંદ અને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અજય માકને જણાવ્યુ કે, સોમવારે કોંગ્રેસે ભારત બંધનું એલાન કર્યુ છે. અજય માકને કોંગ્રેસાના બંધના એલાનને સફળ બનાવવા અપીલ કરી છે.

અજય માકને જણાવ્યુ કે, ચાર વર્ષમાં પેટ્રોલ પર 211.07 ટકા અને ડીઝલ પર 443 ટકા એક્સાઈઝ ડ્યુટી વધી છે. 2014માં પેટ્રોલ પર 9.2 રૂપિયા એક્સાઈઝ લાગુ થતી હતી. જે હવે 19.48 રૂપિયા થઈ છે.

એવી રીતે  2014માં ડીઝલ પર 3.46 રૂપિયા એકસાઈઝ લાગુ થતી હતી. તે વધીને 15.33 રૂપિયા કરવામાં આવી છે. અજય માકને વધુમાં જણાવ્યુ કે, રૂપિયો સતત ગગડી રહ્યો છે. જેથી રૂપિયા આઈસીયુમાં જતો રહ્યો છે.

Related posts

સંબંધોમાં આવી કડવાશ / બ્રિટન સાથેના ગઠબંધનના કારણે થઇ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીકા, ફ્રાંસે ખુલ્લેઆમ કરી પોતાની નારાજગી વ્યક્ત..

Zainul Ansari

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!