કોંગ્રેસને ફરી એક વાર પોતાના ફાયર બ્રાંડ નેતા નવજોત સિંહની યાદ આવવા લાગી છે. વાસ્તવમાં લોકસભા ચૂંટણી 2019માં ભૂંડી હાર બાદ પંજાબમાં નવજોતસિંહ સિદ્ધૂ અને સીએમ કેપ્ટન અમરિન્દર સિંહ વચ્ચેનાં સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. પરિણામે નવજોત સિંહ સિદ્ધૂએ મંત્રી પદમાંથી રાજીનામું આપી દીધુ અને થોડા મહિનાઓથી શાંત પણ પડી ગયા હતા.

જોકે, પાછલાં દિવસોમાં કોંગ્રેસનાં નેતા નવજોત સિંહ સિદ્ધૂ એકવાર ફરીથી અહેવાલોમાં છવાયા હતા. વિધાનસભા ચૂંટણીમાં સ્ટાર પ્રચારકની યાદીમાં તેમનું નામ ન હોવાને કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસને ફરી એકવાર યાદ આવી ગયુકે, સિદ્ધૂને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. ઘણા દિવસો બાદ પાર્ટીએ સિદ્ધૂને વધુ એક જવાબદારી સોંપી છે. પંજાબમાં સીએમ અમરિન્દર સિંહની સાથે કડવા સંબંધો હોવા છતાં કોંગ્રેસે સિદ્ધૂને સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કર્યા છે.

21 ઓક્ટોબરે પંજાબનાં 4 વિધાનસભા ક્ષેત્ર ફગવાડા, જલાલાબાદ, દાખા અને મુકેરિયામાં પેટાચૂંટણી થવા જઈ રહી છે. આ જ સીટો માટે કોંગ્રેસનાં 40 સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરાઈ છે, આ યાદીમાં નવજોતસિંહ સિદ્ધૂનું નામ સામેલ કરવામાં આવ્યુ છે. આ દરેક સ્ટાર પ્રચારકો કોંગ્રેસ ઉમેદવારોના હકમાં મત તો માંગશે જ સાથે સાથે ચૂંટણી પ્રચારની જવાબદારી પણ સંભાળશે. આ સ્ટાર પ્રચારકોના લિસ્ટમાં કેપ્ટન અમરિન્દર સિંહની કેબિનેટનાં ઘણા મંત્રીઓને પણ સામેલ કરાયા છે.
READ ALSO
- ભારતના વોરેન બફેટ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાને હતો આ 5 જાદુઈ શેર પર ભરોસો, આ સ્ટોક્સે બનાવ્યા હતા બિગ બુલ, શું તમારી પાસે છે?
- છલકવાની તૈયારીમાં નર્મદા ડેમ : જળ સપાટી 135.29 મીટરે પહોંચી, ડેમના 23 દરવાજા ખોલી છોડાશે પાણી
- આઈફોન ખરીદવાનો શોખ હોય તો જલદી કરો, 1.19 લાખ રૂપિયામાં મળતો iPhone 13 Pro મળી રહ્યો છે સાવ સસ્તામાંઃ ખરીદવાની ઉત્તમ તક
- મ્યાનમાર : નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સૂ ચીને ભ્રષ્ટાચારના આરોપમાં 6 વર્ષની જેલ
- મોટા સમાચાર / નીતિશ સરકારમાં ‘મોટા ભાઈ’ની ભૂમિકામાં તેજસ્વી, આવતીકાલે 31 મંત્રીઓ લેશે શપથ