પ્રિયંકા 18 માર્ચે પ્રયાગરાજમાં કરશે ગંગા યાત્રા,આ છે કારણ

યુપીની રાજનિતીમાં રાષ્ટ્રીય પાર્ટી કરતા પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ રહ્યું છે. જો કે નહેરૂ-ગાંધી ખાનદાન પણ એટલું જ પ્રભુત્વ ધરાવે છે. અમેઠી-રાયબરેલી આજે પણ કોંગ્રેસની પરંપરાગત બેઠક માનવામાં આવે છે. મહાગઠબંધનની રાજનિતી અસ્તિત્વમાં આવ્યા પછી અનેક પાર્ટીઓ સાથે મળીને ભાજપને સત્તાથી દુર રાખવાનાં પ્રયત્નો કરી રહ્યું છે.  તાજેતરમાં જ રાહુલ ગાંધીએ પોતાની બહેન પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશનાં પૂર્વીય વિસ્તારમાં પ્રભારી તરીકે નિમણુંક આપી છે. જો કે ત્યાર બાદ યુપી કોંગ્રેસનાં કાર્યકરોમાં પણ નવા જોમ-જુસ્સાનો સંચાર થયો છે.  

ગાંધીનગર પાસેનાં અડાલજમાં કોંગ્રેસની જન સંકલ્પ રેલી યોજાઈ હતી. જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતનાં કોંગ્રેસનાં દિગ્ગજો હાજર રહ્યા હતાં. જ્યોતિરાદિત્ય સિધીંયા અને પ્રિયંક ગાંધી ઉત્તર પ્રદેશની બાગડોર સંભાળી રહ્યા છે. ત્યારે પ્રિયંકા બનારસ સહિતની તમામ બેઠકો પર ખાસ નજર રાખી રહ્યા છે. મહત્તમ સીટો કેમ જીતી શકાય તે માટે રણનિતી બનાવી રહ્યા છે.  જો કે આગામી દિવસોમાં પ્રિયંકા ગાંધી ફરી યુપીની મુલાકાતે જશે તેવું જાણવા મળી રહ્યું છે.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગંગા યાત્રા કરશે. આ યાત્રામાં તેઓ સ્ટીમર બોટ મારફત 140 કિલોમીટરનું અંતર કાપશે. જાણકારી મુજબ પ્રિયંકાની યાત્રા આગામી 18 માર્ચે પ્રયાગરાજના છટાંગથી શરૂ થશે. પ્રિયંકા ગાંધી ત્રણ દિવસની યાત્રામાં 140 કિલોમીટરનો પ્રવાસ ખેડશે.

પ્રિયંકા પોતાની ગંગા યાત્રાના માર્ગમાં આવનારા ગામ અને શહેરોના લોકો સાથે પણ મુલાકાત કરશે. પ્રિયંકાની ગંગા યાત્રા વારાણસીના અસ્સી ઘાટ પર સમાપ્ત થશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા પ્રિયંકાને પૂર્વ ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી બનાવાયા છે.. તેવામાં તેમની રાજકીય સક્રિયતાને ઘણી મહત્વની ગણવામાં આવે છે.

READ ALSO  

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter