વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનને આડે હવે 2 દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપ સભાઓમાં ભીડ એકઠી કરી શક્તિ પ્રદર્શન કરી રહી છે. તમને નવાઇ લાગશે કે સભાઓમાં ભીડ પૈસાથી ભેગી કરવામાં આવી રહી છે. લોકો સ્વેચ્છાએ હવે કોઈપણ પાર્ટીમાં જવા તૈયાર નથી અને આ વાતનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું ભિલોડામાં. જ્યાં ભિલોડાના કોંગ્રેસના ઉમેદવાર રાજુ પારગીના પ્રચાર માટે મલ્લિકા અર્જુન ખડગે આવ્યા હતા.

ભિલોડા બેઠક ઉપર પોતાનો દોમ-દમામ બતાવવા માટે રાજુ પારગીએ ખાસ કરીને વાહનો ભાડે રાખી અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તે માટે શક્તિ પ્રદર્શન કર્યું હતું. તમને અંદરની વાત જણાવીએ તો જે ગાડીઓ આવી હતી તે ગાડીઓના તમામ લોકોને બે બે હજાર રૂપિયા કોંગ્રેસ દ્વારા ચૂકવવામાં આવતા હતા અને આ સમગ્ર મામલો કેમેરામાં રેકોર્ડ થયું છે.

તમે જોઈ શકો છો કે હાઈવે ઉપર જ ગાડી ઉભી રાખી અને કોંગ્રેસના કાર્યકરો ગાડીના નંબર લખી 2000 રૂપિયા વહનચાલકોને આપી રહ્યા છે, ત્યારે આ જોઈને એક વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે કે ભાજપની કોંગ્રેસની સભા હોય પબ્લિક માત્ર પૈસાના જોરે જ ભેગી કરાઇ છે.જુઓ આ વિડીયો –
ભાડૂતી ભીડ / આટલા રૂપિયા પહેલા વાપર્યા હોત તો ભીડ ભેગી કરવા એક કાર દીઠ બે-બે હજાર રૂપિયાની વહેંચવાની જરૂર નહોતી #GujaratElection2022 #gujaratAssemblyElection2022 #Gstvnews #Gstv #Gujaratsamachar #Gujaratinews pic.twitter.com/M5V9MXkKy1
— GSTV (@GSTV_NEWS) December 2, 2022