કોંગ્રેસમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની ભૂમિકા અને પાર્ટીના પુનરૂદ્ધાર અંગેની તેમની યોજના અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે જી-૨૩ નેતાઓના એક વર્ગે કોંગ્રેસમાં તીવ્ર-વિભાજનના સંકેતો આપ્યા છે. આ સંકેતો તેવે સમયે મળી રહ્યા છે કે જ્યારે પ્રશાંત કિશોર સાથે સોનિયા ગાંધી અને અન્ય નેતાઓની ચર્ચામાં જી-૨૩ના નેતાઓને સામેલ કરાયા ન હતા.

આ જી-૨૩માં પક્ષના વરિષ્ઠ નેતાઓ, પૂર્વ-મંત્રીઓ, અને વર્તમાન સાંસદો સામેલ છે. આ પૈકી કોઇ પણ પ્રશાંત કિશોર દ્વારા પ્રસ્તાવિત કોંગ્રેસના સુધારમાં ‘રોડ-મેપ’ ંઆ રણનીતિકારની ભવિષ્યની ભૂમિકા અંગેની ચર્ચામાં શામેલ નથી કરાયા.
ગઇકાલે (રવિવારે) પત્રકારો સાથેની વાતચીતમાં જી-૨૩ નેતાઓ પૈકીના એક નેતાએ કહ્યું હતું કે, આ બહીષ્કાર અને અપમાનને લીધે તેમને ઘણું જ દુઃખ થયું છે. અમારા બહીષ્કાર અને અપમાન પછી એક ઊંડું વિભાજન અને ઊંડો અવિશ્વાસ જોવા મળે છે. જો મને પાર્ટીના પુનરોદ્ધાર સંબંધી ચર્ચામાંથી બહાર જ રાખવાના હતા તે પછી પક્ષ પ્રમુખ સોનિયા ગાંધી દ્વારા આ જૂથ સાથે સુલેહ-બેઠક યોજવાનો અર્થ જ શો છે ? એક વરિષ્ઠ નેતાએ તો ત્યાં સુધી કહી દીધું કે, ઉચ્ચતમ સ્તરે જ વિશ્વાસ ભંગ કરાયો છે.
આ સાથે તે વરિષ્ઠ નેતાએ પુછ્યું હતું કે એક જ રણનીતિકાર શું પક્ષનો પુનરોદ્ધાર કરી શકે ? અને તે પણ જેમણે વર્ષો સુધી પક્ષની સેવા કરી છે. તે બધા કરતાં પણ સરળતાથી પક્ષની સ્થિતિ સુધારી શકે ? શું મમતા બેનર્જી કે સ્ટાલિને કોઇ રણનીતિકારને પૂછ્યું છે કે, પાર્ટી કઇ રીતે ચલાવવી ? આવી વિભાજિત કોંગ્રેસ કઇ રીતે ભાજપને ટક્કર આપી શકશે ? તેમ પણ તે વરિષ્ઠ નેતાએ પૂછ્યું હતું.
MUST READ:
- ચેતી જજો! મિશ્ર વાતાવરણને કારણે દર્દીઓથી હોસ્પિટલ ઊભરાઈ, અમદાવાદીઓ આવ્યા રોગોની ઝપેટમાં
- Viral Video/ તું કેમ આપે છે જવાબ?.. મોબાઈલ પર IVR સાંભળતા જ ભડકી દાદી
- એશિયા કપ 2023ની યજમાની માટે હજુ પણ વલખા મારતું પાકિસ્તાન : જાણો ICCની બેઠકમાં શું થયું?
- પુષ્પાના બીજા ભાગમાં બોલીવૂડના સ્ટારનો કેમિયો, સિક્વલનું બજેટ થયું ડબલ
- હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ