GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

મોટા સમાચાર / કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં સામેલ, જીજ્ઞેશ મેવાણીને થઈ શકે છે નુકશાન

ભાજપ

બનાસકાંઠાના વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા ભાજપમાં સામેલ થયા છે. તેઓ મગરવાડા ખાતે વિશ્વાસ સંમેલન દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો. બનાસકાંઠાના વડગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાય તે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. તેઓએ નવેમ્બર 2021માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ગત ટર્મમા વડગામ વિધાનસભામાં મણિલાલની ટિકિટ કાપીને જીગ્નેશ મેવાણીને પ્રમોટ કરવામાં આવ્યા હતા. જો મણિલાલ વાઘેલા ભાજપમાં સામેલ થાય તો જીગ્નેશ મેવાણીને નુકશાન થઈ શકે છે.

ભાજપ

વડગામના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ ગત વર્ષે નવેમ્બર મહિનામા રાજીનામું આપ્યું હતું. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેમને ટિકિટ ન આપી અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીને ટેકો અપાતા નારાજ થયા હતા. પક્ષના આ નિર્ણયથી તેઓ છેલ્લા કેટલાક સમયથી નારાજ હતા.

દરમિયાન તેમણે પ્રદેશ પ્રમુખને પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. પૂર્વ ધારાસભ્યએ પક્ષમાં પોતાની થઈ રહેલી અવગણનાથી નારાજ થઈને કોંગ્રેસને બાય બાય કરતા રાજકીય ક્ષેત્રમાં ગરમાવો આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

નીતિશ ના માન્યા / નીતિશને મનાવવા ભાજપે શાહને શરણે જવું પડ્યું, ડેમેજ કંટ્રોલ ન ફળ્યું

Hardik Hingu

નકલી પોલીસથી બચવા નદીમાં કૂદ્યો પણ રામ રમી ગયા, પાણીમાંથી મળી લાશ

Zainul Ansari

ગાંધીનગરમાં ઓક્ટોબરમાં યોજાઈ શકે છે ડિફેન્સ એક્સ્પો, 60 દેશો આવશે ગુજરાત

Zainul Ansari
GSTV