GSTV

ઉંઘતા ઝડપાયા/ સચીન પાયલોટ-સિધ્ધુનાં નામ ચાલ્યાં ને જોડાયા જિતિન, આ નેતાએ મધ્યસ્થી કરી

Last Updated on June 10, 2021 by Zainul Ansari

જિતિન પ્રસાદ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા એ ઘટનામાં કોંગ્રેસ જ નહીં, મીડિયા પણ ઉંઘતું ઝડપાયું છે. જિતિન પ્રસાદ ભાજપમાં જોડાશે એવી કોઈને કલ્પના પણ નહોતી.

જિતિન

ભાજપ સાંસદ અને પ્રવક્તા અનિલ બલૂનીએ સવારે ટ્વિટ કર્યું હતું કે, આજે એક મોટી હસ્તી ભાજપ પ્રમુખ નડ્ડાની હાજરીમાં પાર્ટીમાં જોડાઈ જશે. આ ટ્વિટના કારણે આ મોટી હસ્તી કોણ હશે તે અંગે અટકળો શરૂ થઈ હતી.

પંજાબમાં કેપ્ટન સામે લડી રહેલા નવજોત સિધ્ધુથી માંડીને રાજસ્થાનમાં ગેહલોતની હાઈકમાન્ડ દ્વારા ખુલ્લી તરફદારીથી નારાજ સચિન પાયલોટ સહિતનાં નામ રમતાં થઈ ગયાં હતાં પણ જિતિનનું નામ કોઈની જીભે નહોતું આવ્યું. જિતિન બંગાળમાં કોંગ્રેસના પ્રભારી હતા. કોંગ્રેસની કારમી હારના પગલે રાજકીય રીતે જિતિનની ક્યાંય ચર્ચા પણ નહોતી તેથી તેનું નામ જ ક્યાંય નહોતું ચાલતું.

જિતિને બંગાળ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષના માધ્યમથી ભાજપમાં આવવાનો તખ્તો ગોઠવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. બંગાળનાં પરિણામ પહેલાં જ આ તખ્તો ગોઠવાઈ ગયો હતો પણ યોગ્ય સમયની રાહ જોવાતી હતી.

Read Also

Related posts

Indian Railways : રેલવેએ યુવાનો માટે શરૂ કરી રેલ કૌશલ વિકાસ યોજના, 50 હજાર યુવાનોને નોકરી માટે આપશે તાલીમ

Vishvesh Dave

પંજાબના નવા મુખ્યમંત્રી ઘેરાયા આક્ષેપના વંટોળમાં, આવતાની સાથે જ ઉઠી પદ પરથી હટાવી દેવાની માંગ

Zainul Ansari

ચમત્કાર / મૃત્યુના 45 મિનિટ બાદ ફરી જીવતી થઇ ગઈ મહિલા, હાર્ટ એટેકથી થયું હતું મોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!