GSTV

નવસારીમાં કોંગ્રેસે કોળી કાર્ડ ઉતાર્યું, ભાજપના ઉમેદવાર કદાવર છતાં આ છે સ્થાનિકમાં રોષ

નવસારી લોકસભા બેઠક માટે બે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારોનાં નામોની જાહેરાત થઈ છે. જેમાં ભારતીય જનતા પક્ષ દ્વારા  ત્રીજી વખત પોતાનાં સીટીંગ સાંસદ સી.આર.પાટીલ પર પસંદગી ઉતારી છે. સી.આર.પાટીલ પ્રથમ વખત વર્ષ ર૦૦૯માં ભાજપની ટીકિટ પર નવસારી બેઠક પર ચૂંટણી લડયા હતા અને કોંગ્રેસનાં ધનસુખ રાજપૂતને ૧.૩૨ લાખ મતની સરસાઈથી હરાવ્યા હતા. ર૦૧૪ની ચૂંટણીમાં ફરીથી ભાજપે તેમને ટિકીટ આપી હતી. જેમાં કોંગ્રેસનાં ઉમેદવાર મકસૂદ મિર્ઝાને પ.પ૮ લાખ મતોની જંગી સરસાઈથી પરાજય આપ્યો હતો અને હવે ર૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસે કોળી સમાજનાં યુવા નેતા અને વિજલપોર નગર પાલિકાનાં માજી પ્રમુખ ધર્મેશ પટેલને ઉતાર્યા છે.

પક્ષનું સંગઠન અત્યંત પાવરફૂલ

સી.આર.પાટીલ પોતાનાં ક્ષેત્રમાં સક્રીય સાંસદ હોવા સાથે મજબૂત આર્થિક સ્થિતિ ધરાવે છે. તેમના પક્ષનું સંગઠન અત્યંત પાવરફૂલ છે. પરંતુ તેમની સામે ખુદ તેમનાં જ પક્ષનાં જલાલપોરનાં માજી ધારાસભ્ય કરશનભાઈ પટેલ સામે પડયા હતાં. તદ્દઉપરાંત કોળી સમાજ દ્વારાં આ બેઠક કોળી સમાજને ફાળવવાની માંગ ઉઠી હતી.  કાંઠા વિસ્તારમાં તે અંગે બેનરો પણ લાગ્યા હતા. આ બેઠક પર કોળી અને પરપ્રાંતીય મતદારોનું ગણનાપાત્ર સંખ્યાબળ છે. જો કોળી સમાજનો વિરોધ થાય તો થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડે. પરંતુ ભાજપે સી.આર.પાટીલનું નામ જાહેર કર્યા બાદ થયેલા એક સંમેલનમાં આર.સી.પટેલ હાજર રહી પક્ષનાં ઉમેદવારને જંગી બહુમતીથી ચૂંટી લાવવાની જાહેરાત પણ કરી હતી.

C R Patil

જેટલા નેતા એટલાં જૂથ

બીજી તરફ કોંગ્રેસનાં ઉમેદવાર ધર્મેશ ભીમભાઈ પટેલ પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી રહયા છે. કોંગ્રેસ પક્ષમાં સંગઠનનાં નામે હું બાવો અને મંગળદાસ જેવી સ્થિતિ પ્રવર્તે છે. જેટલા નેતા એટલાં જૂથ છે. આ નબળાઈમાંથી હજી સુધી કોંગ્રેસ બહાર આવી નથી. કોંગ્રેસનાં કમિટેડ મતો ઉપરાંત કોળી ઉમેદવાર હોવાથી કોળી મતો મળવાની સંભાવના વર્તાય છે. તદ્દઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નોટબંધી જી.એસ.ટી.નાં કારણે બરબાદ થયેલા ઉદ્યોગ ધંધાવાળા અને બિલ્ડરો ભાજપથી મોઢુ ફેરવશે.

આ છે ભાજપના સાંસદ સામે રોષના કારણો

વળી બુલેટ ટ્રેન માટે ખેડૂતોને તેમની જમીનની બજાર કિંમતની ચાર ગણી રકમ સાથે વળતર આપવાની માંગણીની સરકારે અવગણના કરી હોવાથી નવસારી જિલ્લાનાં ખેડૂતોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. ભારતમાલા પ્રોજેક્ટ માટે ખેડૂતો આદિવાસીઓની જમીન સંપાદનને લઈને તેમનામાં રોષ છે. જેમાં સાસંદ સી.આર.પાટીલ તેમની પડખે નહીં હોવાની લાગણી છે. ઉપરાંત નવસારી બીલીમોરા અમલસાડ રેલવે સ્ટેશને ટ્રેનોની નવી સુવિધા, વર્ષોથી સ્ટોપેજોની પડતર માંગણીઓ પુરી નહીં થવાથી લોકોમાં રોષની લાગણી જોવા મળે છે. આ મુદ્દા સી.આર.પાટીલનાં વિરૂધ્ધ જાય છે. જેથી મુકાબલો રસપ્રદ બનશે તે નક્કી છે.ત્રીજી વખત પોતાનાં સીટીંગ સાંસદ સી.આર.પાટીલ પર પસંદગી ઉતારી છે. સી.આર.પાટીલ પ્રથમ વખત વર્ષ ર૦૦૯માં ભાજપની ટીકિટ પર નવસારી બેઠક પર ચૂંટણી લડયા હતા અને કોંગ્રેસનાં ધનસુખ રાજપૂતને ૧.૩૨ લાખ મતની સરસાઈથી હરાવ્યા હતા. ર૦૧૪ની ચૂંટણીમાં ફરીથી ભાજપે તેમને ટિકીટ આપી હતી. જેમાં કોંગ્રેસનાં ઉમેદવાર મકસૂદ મિર્ઝાને પ.પ૮ લાખ મતોની જંગી સરસાઈથી પરાજય આપ્યો હતો અને હવે ર૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસે કોળી સમાજનાં યુવા નેતા અને વિજલપોર નગર પાલિકાનાં માજી પ્રમુખ ધર્મેશ પટેલને ઉતાર્યા છે.

બેઠકનું કદ

નવસારી લોકસભા બેઠકમાં સુરત જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો લીંબાયત ઉધના, મજૂરા, ચોર્યાસી તેમજ નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો, જલાલપોર, નવસારી, ગણદેવી મળીને સાત બેઠકોનો સમાવેશ છે. ઉપરોક્ત તમામ ૭ વિધાનસભાની બેઠકો પર ભાજપનાં ઉમેદવારો ચૂંટાયા હતા. ઉપરોક્ત સાતેય વિધાનસભા બેઠકો અંતર્ગત આવતી નગર પાલિકા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગર પલિકામાં ભાજપનું શાસન ચાલે છે.

૨૦૦૯થી અસ્તિત્વમાં

નવસારી લોકસભા બેઠક વર્ષ ર૦૦૯માં અરિતત્વમાં આવી હતી. તે અગાઉ નવસારી જિલ્લો વલસાડ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હતો. વર્ષ ર૦૦૯માં નવસારી લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર સી.આર.પાટીલ વિજેતા થયા હતા. તેમણે પોતાના નિકટત્તમ હરીફ કોંગ્રેસનાં પક્ષનાં ઉમેદવારને ૧.રપ મતોની સરસાઈ મેળવી પરાજ્ય આપ્યો હતો. ગત વર્ષ ર૦૧૪માં નવસારી લોકસભાની બેઠક પર ભાજપે ફરીથી સીટીંગ સાંસદ સી.આર.પાટીલને ઉમેદવાર બનાવ્યા હતા. જેમાં તેમણે પોતાના નિકટતમ હરીફ કોંગ્રેસનાં ઉમેદવાર મકસુદ મિર્ઝાને પ.પ૮ લાખ મતોની સરસાઈથી પરાજિત કર્યા હતા. જેમાં સી.આર. પાટીલને કુલ ૮,ર૦,૮૩૧ મત મળ્યા હતા. જ્યારે મકસુદ મિર્ઝાને ફક્ત ર,૬ર,૭૧૫ મત મળ્યા હતા.

ચૂંટણીમાં અસરકર્તા પરિબળો

આગામી ર૦૧૯ની ચૂંટણીમાં શિક્ષિતોને નોકરી નહીં મળવાનો પ્રશ્ન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ભ્રષ્ટાચાર તેમજ રેલવે સુવિધા નહીં મળવાનાં પ્રશ્નો મુખ્ય રહેશે. ગ્રામ પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી બહુમતી ધરાવતા ભાજપની સત્તા હોવા છતાં  કોઈપણ વિશેષ રોજગારી મળી શકે તેવી વ્યવસ્થા થઈ નથી. કોંગ્રેસ પર રેલવે સુવિધા નહીં આપવા આંગળી ચિંધનાર ભાજપે પણ આ મુદ્દે અનેકવેળા લોકોની રજૂઆત થવા છતાં નવસારી બીલીમોરા અમલસાડ માટે નવી ટ્રેન અથવા સ્ટોપેજ આપ્યા નથી.

નવસારી લોકસભા પર કોનું પ્રભુત્વ?

નવસારી જિલ્લો અગાઉ વલસાડ લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ હતો. નવા થયેલાં સીમાંકન બાદ વર્ષ ર૦૦૯માં નવસારી લોકસભાની અલગ બેઠક જાહેર થઈ હતી. જેમાં સુરત જિલ્લાનાં લીંબાયત-ઉધના-મજુરા અને ચોર્યાસી વિધાનસભા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને જલાલપોર, નવસારી, ગણદેવી મળી કુલ સાત વિધાનસભા વિસ્તાર મળી નવસારી લોકસભા બેઠક બની હતી. સુરતનાં ૬૦ અને નવસારીનાં ૪૦  ટકા મતદારો આ બેઠકમાં મતદારો છે. આ વિસ્તારમાં રર રાજ્યોનાં લોકોનો સમાવેશ મતદાર તરીકે થતો હોવાથી નવસારી બેઠક મીની ભારત પણ ગણાય છે. વર્ષ ર૦૦૯માં નવસારીની બેઠક પર ભાજપનાં સી.આર. પાટીલ વિજેતા બન્યા હતા. તેમને કુલ ૪,ર૩,૪૧૩ મત મળ્યા હતા. જ્યારે તેમનાં નજીકનાં હરીફ કોંગ્રેસનાં ઉમેદવાર ધનસુખ રાજપૂતને ર,૯૦,૭૭૦ મત મળ્યા હતા. આમ ભાજપે આ બેઠક ૧,૩ર,૬૪૩ મતની સરસાઈથી મેળવી હતી.  વર્ષ ર૦૧૪ની ચૂંટણીમાં મોદીવેવનો જબરદસ્ત ફાયદો ભાજપને મળ્યો હતો ફરીથી ભાજપે સીટીંગ એમ.પી. સી.આર.પાટીલને ટીકીટ આપી હતી. જેમાં તેમને ૮,૨૦,૮૩૧ મત મળ્યા હતા. જ્યારે તેમના હરીફ કોંગ્રેસનાં ઉમેદવાર મકસુદ મિર્ઝાને માત્ર ર,૬ર,૭૧૫ મત મળ્યા હતા. આમ સી.આર.પાટીલ પ,પ૮,૧૧૬ મતોની જંગી સરસાઈ મેળવી વિજયી બન્યા હતા. મોટી સંખ્યા ધરાવતા કોળી સમાજે આ બેઠક કોળી ઉમેદવારને જ આપવાની માંગણી આ વખતે કરી હતી. પરંતુ ભાજપે વર્તમાન સાંસદને રિપીટ કર્યા છે.

Related posts

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!