GSTV
Home » News » ‘પંજો’ હાથનું અંગ છે, આચારસંહિતાનો ભંગ : કોંગ્રેસનું ચૂંટણી ચિન્હ છીનવાઇ જશે ?

‘પંજો’ હાથનું અંગ છે, આચારસંહિતાનો ભંગ : કોંગ્રેસનું ચૂંટણી ચિન્હ છીનવાઇ જશે ?

એક તરફ દેશમાં સત્તા ટકાવી રાખતા અને મેળવવા માટે કોંગ્રેસ ૫ક્ષ સર્વત્ર એડીચોટીનો જોર લગાવી રહ્યો છે. ત્યારે બીજી તરફ તેમનું ચૂંટણી ચિન્હ પંજો જ છીનવાઇ જાય તેવી સ્થિતિ પેદા થઇ છે. વાત કંઇક એમ છે કે, પંજો હાથનું અંગ છે, નેતાઓ તેને સાથે લઇને ચાલતા હોવાથી દરેક વખતે આચારસંહિતાનો ભંગ થાય છે… આવી દલીલ સાથે ભાજ૫ના નેતાએ વાંધો ઉઠાવ્યો છે. આગામી દિવસોમાં ચૂંટણી પંચમાં આ અંગેની સુનાવણી થશે અને નિર્ણય લેવામાં આવશે.

આ મામલે ભાજપન નેતા અશ્વિની ઉપાધ્યાયે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યુ હતુ કે પંજો હાથનો અંગ છે. તેમણે કહ્યુ હતુ કે મતદાન સમયે મતદાન કેંદ્રથી 150 મીટરની અંદર ચૂંટણી નિશાનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હોય છે પરંતુ પંજો શરીરનો અંગ છે જેથી તેને કેવી રીતે દૂર કરી શકાય. જેના પર સુનાવાણી કરતા સુપ્રિમ કોર્ટે કહ્યુ હતુ કે ચૂંટણી નિશાન પર કોઇ પણ નિર્ણય કરવાનો અધિકાર ચૂંટણી પંચનો છે જેથી તે આ મામલે કોઇ હસ્તક્ષેપ નહી કરે. જેના પગલે ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે ચૂંટણી પંચનો દરવાજો ખટખટાવ્યો છે. જેના પર 18 એપ્રિલે સુનાવાણી યોજાશે.

ભાજપના નેતાએ કોંગ્રેસના ચૂંટણી નિશાન પર વાંધો ઉઠાવી તેને રદ્દ કરવાની માંગ કરી છે. ભાજપના નેતાનુ કહેવુ છે કે કોંગ્રેસના નેતા અને તેના ટેકેદારો હંમેશા પક્ષનુ ચૂંટણી નિશાન પોતાની સાથે લઇને ચાલે છે જે આચારસહિંતાનો ખુલ્લેઆમ ભંગ છે. ભાજપ નેતા દ્વારા કરવામાં આવેલી અરજી પર 18 એપ્રિલે ચૂંટણી પંચ સુનાવાણી હાથ ધરશે. ત્યારે જો કોંગ્રેસ પાસેથી તેનું ચૂંટણી ચિન્હ જ છીનવાઇ જાય તો કેવી સ્થિતિ થાય ? તેની કલ્પના માત્ર કોંગ્રેસી કાર્યકરો માટે ચિંતાજનક છે.

Related posts

સરકારી નોકરીઓના દરવાજા ખૂલ્યા, મોદીએ ખાલી તમામ જગ્યાઓ ભરવા કર્યો આદેશ

Ankita Trada

પાકિસ્તાનને ફફડાવી દેશે આ ઘાતક શસ્ત્ર, પીઓકેનો એક પણ હિસ્સો આની રેન્જમાંથી બાકાત નહીં રહે

pratik shah

સુરતમાં બંધ પડેલાં ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ ઉપર આ રીતે થાય છે લાખોનું કૌભાંડ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!