GSTV
Home » News » પ્રિયંકા ગાંધીની રાજનીતિ : કોંગ્રેસ ભાજપ અધ્યક્ષની વહુને પોતાની પાર્ટીમાં ખેંચી ગઈ

પ્રિયંકા ગાંધીની રાજનીતિ : કોંગ્રેસ ભાજપ અધ્યક્ષની વહુને પોતાની પાર્ટીમાં ખેંચી ગઈ

priyanka gandhi in up

ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીના પગ મુકતાની સાથે જ વિપક્ષી દળો કોંગ્રેસ સાથે જોડાવા લાગ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગવાની સંભાવના સેવવામાં આવી રહી છે. કોંગ્રેસ બીજેપીના ઘરમાંથી એક મોટા દાવેદારને ખેંચી જવાની તૈયારીમાં લાગી ચૂક્યું છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેની વહુ અમૃતા પાંડે પ્રિયંકા ગાંધીની હાજરીમાં બુધવારે કોંગ્રેસનો હાથ પકડશે.

પ્રિયંકા ગાંધી હાલ પૂર્વાંચલની મુલાકાત પર છે. તેમણે પ્રયાગરાજમાં સોમવારે પોતાની વારાણસીની યાત્રા શરૂઆત કરી હતી. પ્રિયંકા ગાંધી ગંગા નદીમાં બોટમાં સવાર થઈ બુધવારે કાશી પહોંચશે. એવામાં આ યાત્રાની સાથે રાજનીતિક સમીકરણને પણ ભેળવવાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. બીજેપીના ઘરમાં પ્રિયંકા ગાંધી સૌથી મોટી દાવેદારને પોતાના પલડામાં સમાવવા તૈયાર થઈ છે.

priyanka gandhi election

ઉત્તર પ્રદેશના બીજેપી અધ્યક્ષ મહેન્દ્રના પાંડેના ભાઈ જીતેન્દ્રનાથ પાંડેની વહુ અમૃતા પાંડેને કોંગ્રેસમાં લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે માટે આજે પ્રિયંકા ગાંધી મિર્ઝાપૂરમાં તેની સાથે મુલાકાત કરશે. જે મીટીંગ સાંજે પાંચ વાગ્યે થવાની છે. કોંગ્રેસ સાથે જોડાવાના નિર્ણયને લઈને અમૃતા પાંડેએ કહ્યું કે, ગાંધી પરિવાર અને કોંગ્રેસ પાર્ટી સાથે ખૂબ જૂનો સંબંધ છે. એવામાં પ્રિયંકા ગાંધી જ્યારે રાજનીતિમાં આવી ગઈ છે ત્યારે મેં પણ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે. વધુમાં તેમણે પ્રધાનમંત્રીના રાજનૈતિક કરિયર પર પ્રહાર કરતા કહ્યું કે આવનારો સમય નરેન્દ્ર મોદીનો નહીં પણ કોંગ્રેસનો છે. નરેન્દ્ર મોદી આગામી ચૂંટણી લડશે કે નહીં તે પણ નક્કી નથી. જેથી રાજનીતિક ભવિષ્ય કોંગ્રેસનું છે. જેથી હું કોંગ્રેસ સાથે કદમ મિલાવું છું.

pm-narendra-modi gstv

મહત્વપૂર્ણ છે કે અમૃતા પાંડેના પરિવારના લોકો પણ બીજેપીની વિચારધારા સાથે જોડાયેલા છે. પણ તેમનું મુળ ઘર તો કોંગ્રેસ છે. એવામાં તે ઘર વાપસી કરી રહી છે. અમૃતાએ મોદી સરકારના સમયમાં રહેલી સમસ્યાઓ પર પ્રહાર કરતા કહ્યું છે કે, બીજેપીએ બ્રાહ્મણ જ નહીં પણ તમામ સમાજને ઠગવાનો પ્રયત્ન કર્યો છે. યુવાનો, ખેડૂત અને વેપારીઓ તમામ લોકો પરેશાન છે.

ચૂંટણી લડવાના સવાલ પર અમૃતા પાંડેએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ જે નિર્ણય લીધો છે તેનો હું સ્વીકાર છું. પણ હાલ તો પ્રિયંકા ગાંધી સાથે મળીને કામ કરવાનો હેતુ છે. કોંગ્રેસ પાર્ટી અને યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કમલાપતિ ત્રિપાઠી સાથે અમારો જૂનો સંબંધ છે.

READ ALSO

Related posts

મોતને મુઠ્ઠીમાં લઈ નદી ઓળંગી રહ્યા છે આ ગામના લોકો, તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva

અમદાવાદમાં હજારોની સંખ્યામાં આવેલા છે ‘મોતના મકાન’, નોટીસ આપીને સંતોષ માનતું તંત્ર

Nilesh Jethva

બિગ બોસ 13ના પ્રોમોમાં પોલ ખોલતી જોવા મળી અમિષા પટેલ, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!