GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

ગાંધીનગર બેઠકનું ગણિત : ભાજપ હારતું નથી કોંગ્રેસ જીતતું નથી

amit shah political career

ગુજરાતના પાટનગર ગાંધીનગર બેઠકનું નામ આમ તો ભાજપના સૌથી વરિષ્ઠ નેતા અને પક્ષના પાયાના પથ્થર એવા લાલકૃષ્ણ અડવાણી સાથે અભિન્ન રીતે જોડાયેલું છે. પરંતુ 2019ની ચૂંટણીમાં ભાજપે ગાંધીનગર બેઠક પર રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મેદાને ઉતારી માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો છે. 90ના દાયકામાં રાષ્ટ્રીય ફલક પર ભાજપનો ઉદય થયો ત્યારથી ગાંધીનગરમાં તો હંમેશા કમળ જ ખીલતું રહ્યું છે. કોંગ્રેસમાં સક્ષમ નેતાગીરીના અભાવને કારણે ભાજપ માટે ગાંધીનગર બેઠક સૌથી સુરક્ષિત બેઠકો પૈકીની એક છે. ગાંધીનગર બેઠક પર પટેલ અને ઓબીસી સમાજનું સારું એવું વર્ચસ્વ છે. જે છેલ્લા 3 દાયકાથી અહીં ભાજપની પરંપરાગત મતબેંક છે.

ગુજરાતમાં સત્તાના એપીસેન્ટર એવા પાટનગર ગાંધીનગરની લોકસભા બેઠક પર જીત મેળવી વર્ચસ્વ સ્થાપવું એ કોઇ પણ પક્ષની મહેચ્છા હોય છે. પરંતુ ગાંધીનગર બેઠક એ ભાજપની પરંપરાગત બેઠક રહી છે. ગાંધીનગરમાં ભાજપના પાયાના પથ્થર એવા વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી 6 ટર્મથી જીતતા આવ્યા છે. એટલે કે ગાંધીનગર બેઠક અને લાલકૃષ્ણ અડવાણી એકબીજાના પર્યાય બની ગયા છે તેમ કહીએ તો પણ ખોટું નથી.

ગાંધીનગર બેઠક પર ભાજપને સૌપ્રથમ વખત જીત 1989માં શંકરસિંહ વાઘેલાએ અપાવી હતી. વર્ષ 1991માં લાલકૃષ્ણ અડવાણીએ ગાંધીનગર બેઠક પર પોતાની પ્રથમ જીત મેળવી. ત્યાર બાદ 1996માં પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી પણ અહીંથી જીત્યા હતા. તે પછી 1998થી આજ દિન સુધી લાલકૃષ્ણ અડવાણી આ બેઠક પર સતત જીતતા આવ્યા છે.

2014ની લોકસભા ચૂંટણીમાં એલ.કે. અડવાણી 4 લાખ 83 હજાર 121 મતોની જંગી સરસાઇથી વિજયી બન્યા હતા. જો કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 2 લાખ 12 હજાર 759 જેટલા મતો ભાજપથી કોંગ્રેસ તરફ વળ્યા છે. પરંતુ 2 લાખથી વધુ મતદારો ભાજપથી દૂર થવા છતાં આ બેઠક પર ભાજપની સરસાઇ ઘણી વધારે છે. ગાંધીનગર લોકસભામાં અમદાવાદ વિધાનસભાની મહત્વની અને શહેરી એવી વેજલપુર,નારણપુરા, સાબરમતી અને ઘાટલોડિયા બેઠક સામેલ હોવાથી મતદારોનો ઝોક હંમેશા ભાજપ તરફી રહ્યો છે. ગાંધીનગર બેઠક પર પટેલ અને ઓબીસી સમાજનું સારું એવું વર્ચસ્વ છે જેમના મતદારો ભાજપને જ જીત અપાવતા રહ્યા છે.

2019ની ચૂંટણીમાં ભાજપ માટે ગાંધીનગર બેઠક સૌથી સલામત ગણી શકાય છે. કેમ કે કોંગ્રેસ પક્ષમાં સક્ષમ નેતાગીરીના અભાવે આ બેઠક પર વન સાઇડેડ મેચ જેવી સ્થિતિ રહે છે. અને ભાજપને દર વખતે એકતરફી મુકાબલામાં આસાનીથી જીત મળતી રહી છે.

READ ALSO

Related posts

મલેશિયાના પૂર્વ વડાપ્રધાનને પાકિસ્તાન પ્રેમ ભારે પડ્યો, સત્તા તો ગઈ પરંતુ હવે પાર્ટીએ પણ આપ્યો ઝટકો

Nilesh Jethva

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 1 લાખ 72 હજારને પાર, મોતનો આંક પાંચ હજાર નજીક પહોંચ્યો

Nilesh Jethva

ખેડૂતો માટે રાહતના સમાચાર : ટુંકી મુદતના પાક ધિરાણ ભરવાની સમય મર્યાદા આટલા મહિના વધારવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!