GSTV
Home » News » મોદીના તોફાનમાં કોંગ્રેસના ડબલા ડૂલ, 14 રાજ્યોમાં શૂન્યમાં આઉટ થઈ ગઈ

મોદીના તોફાનમાં કોંગ્રેસના ડબલા ડૂલ, 14 રાજ્યોમાં શૂન્યમાં આઉટ થઈ ગઈ

એક્ઝિટ પોલના આંકડા મુજબ કોંગ્રેસની એક્ઝિટ થઈ છે. દેશમાં ફરી વાર ભગવો લહેરાયો છે. ફરી એકવાર દેશમાં મોદી લહેર જોવા મળી છે. દેશની જનતાએ રાષ્ટ્રવાદ અને વિકાસના મુદ્દાને અહમ માન્યો છે. આંકડા જોતા દેશમાં ફરી વાર એનડીએની સરકાર બનવા જઈ રહી છે. દેશમાં ઘણા રાજ્ય એવા છે જ્યાં ભાજપને પૂર્ણ બહુમત મળી છે. એવા 14 રાજ્યો છે જ્યાં કોગ્રેસનું ખાતું પણ ખૂલ્યું નથી. જેમાં આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ચંદિગઢ, દિલ્હી, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મણિપુર, મિઝોરમ, ઓડિસા, રાજસ્થાન, સિક્કિમ, ત્રિપુરા, અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.

આંધ્ર પ્રદેશમાં ચદ્રબાબુ નાયડુની હાર થઈ છે. મહત્વપૂર્ણ છે કે ચંદ્રબાબુ ચૂંટણી પહેલા એનડીએના સભ્ય હતા પરંતુ આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો ન મળતા તેમણે એનડીએનો સાથ છોડી દીધો હતો. અને વર્તમાન સમયમાં મહાગઠબંધનના મધ્યસ્થી તરીકે વધારે સક્રીય જોવા મળતા હતા. જગન મોહન રેડ્ડીએ આંધ્રમાં મોટી જીત મેળવી છે. આધ્રમાં વિધાનભાની 175 સીટો છે જેમા YSRCP 150 સીટો પર આગળ જોવા મળી રહી છે. 25 લોકસભા સીટ પર YSRCPની ઉપર જીત મેળવી છે. આંધ્રમાં કોગ્રેસ ખાતુ ખોલવામાં નિષ્ફળ રહી છે.

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ હતી. સુત્રો મુજબ જેનો લાભ કોંગ્રેસ મળે તેવું લાગતું હતું. પરંતુ વિધાનસભામાં મળેલા મતોને કોગ્રેસ લોકસભાની ચૂંટણીમાં પરિવર્તીત કરવામાં નિષ્ફળ રહી છે. લોકો ફરી વાર મોદીને દેશનું સુકાન સોપવાનો નિર્ણય કર્યો છે. મહત્વપૂર્ણ છે કે વિધાસભાની ચૂંટણી વખતે રાજસ્થાનના લોકોનું સ્લોગન હતું કે ‘મોદી તુજસે બૈર નહી, રાની તેરી ખૈર નહી’. મતલબ કે રાજસ્થાનના લોકોને વસુંધરા રાજે સિંધીયા સાથે વાંધો હતો મોદી સાથે નહી. એનું જ પરિણામ છે કે રાજસ્થાનની પચ્ચીસે પચ્ચીસ સીટ ઉપર ભાજપની જીત થઈ છે.

ગુજરાતની વાત કરીએ તો આ વખતે પણ 2014નું પૂનરાવર્તન થયું છે. ગુજરાતમાં પાટીદાર આદોલન પછી એવું લાગતું હતું કે રાજ્યમાં પાટીદારો ભાજપથી નારાજ છે જેની અસર વિધાનસભાની ચૂટણી સમયે જોવા પણ મળી હતી. પરંતુ લોકસભાની ચૂંટણીમાં લોકોએ તેની કોઈ અસર જોવા મળી નથી. કેન્દ્ર સરકારે સવર્ણેને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી ઉપરાંત ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવાની જાહેરાત પણ કરવામા આવી હતી જેમાં બે હજારના બે હપ્તા લોકોના ખાતામાં પહોંચી પણ ગયા હતા. તે જ કારણ છે કે લોકોએ મોદી સરકાર પર વિશ્વાસ મુકીને ફરીવાર 26 માથી 26 બેઠકો ભાજપના ખોળામા ગઈ છે.

ઓરિસામાં પણ કોંગ્રેસને નિષ્ફળતા હાથ લાગી છે. ફાની વાવાઝોડા પછી મોદી અને નવીન પટનાયક વધારે નજીક આવ્યા હતા. મોદીએ વાવાઝોડા દરમિયાન ઓડિસાની મુલાકાત પણ લીધી હતી અને મદદ પણ કરી હતી. જેના કારણે પટનાયક મોદીની ઘણી નજીક જોવા મળ્યા હતા. બીજેડીને 13 જ્યારે ભાજપને 8 સીટો મળી છે. કોંગ્રેસ અહિંયા ઝીરો ઉપર આઉટ થઈ છે.

આ ઉપરાત અરૂણાચલ પ્રદેશ, ચંદિગઢ, દિલ્હી,જમ્મુ-કાશ્મીર, મણિપુર, મિઝોરમ, સિક્કિમ, ત્રિપુરા, અને ઉત્તરાખંડનમાં પણ કોંગ્રેસ ખાતુ ખોલવામાં નિષ્ફળ રહી છે. ઉત્તર-પૂર્વના રાજ્યમાં કોંગ્રસ કોઈ કમાલ કરી શકી નથી.

READ ALSO

Related posts

આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

Path Shah

ફ્રેન્ચ અબજોપતિએ સોધેબી હાઉસ અધધ આટલા અબજ ડોલરમાં ખરીદયુ

Path Shah

ઈંગ્લેન્ડની પોતાના વિશ્વ કપના ઈતિહાસની સૌથી મોટી જીત, અફઘાનિસ્તાનને 150 રનોથી હરાવ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!