GSTV
Home » News » MP અને રાજસ્થાનમાં માયાવતી સાથે કોંગ્રેસ નહીં લડે ચૂંટણી, જાણો કોને લાગ્યું ખોટું

MP અને રાજસ્થાનમાં માયાવતી સાથે કોંગ્રેસ નહીં લડે ચૂંટણી, જાણો કોને લાગ્યું ખોટું

છત્તીસગઢમાં અજીત જોગી સાથે બસપા અધ્યક્ષ માયાવતીએ ગઠબંધન કરવાની જાહેરાત કરતા કોંગ્રેસે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં BSPને છોડીને ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી છે. માયાવતીની જાહેરાત બાદ કોંગ્રેસ એલર્ટ થઈ છે. કોંગ્રેસ નેતાઓનો આરોપ છે કે, માયાવતી દબાવમાં આવીને કોંગ્રેસને છોડી રહ્યા છે. કોગ્રેસનો આરોપ છે કે, માયાવતીના ભાઈ પર CBI કથીત કેસ મામલે તપાસ કરી રહી છે. જેથી માયાવતી કોંગ્રેસથી દૂર જઈ રહ્યા છે.

કોંગ્રેસને આશા છે કે, માયાવતીની પાર્ટી વગર રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને તેલંગાણામાં ચૂંટણી જીતી શકાય છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, પંજાબમાં માયાવતીએ કોંગ્રેસનો ખેલ બગાડ્યો હતો. પંજાબમાં આમ આદમી પાર્ટી અને બસપાએ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. જેથી કોંગ્રેસને પંજાબમાં મોટુ નુકસાન થયું હતું. માયાવતી મધ્ય પ્રદેશમાં 50 બેઠકની માગ કરી રહ્યા છે જ્યારે કોંગ્રેસ માયાવતીને 20થી વધુ બેઠક આપવા માટે તૈયાર નથી.  પંરપરાગત રીતે એવુ માનવામાં  આવે છે કે, માયાવતી ભાજપ કરતા કોંગ્રેસની મતબેંકમાં વધારે ગાબડા પાડે છે. જેના કારણે કોંગ્રેસને મોટુ નુકસાન થાય છે.

Related posts

બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા ટ્યુશન ક્લાસિસોમાં સેફ્ટીના નામે મીંડુ, ગુજરાતભરમાં તંત્ર દ્વારા કાર્યવાહીની શરૂઆત

Arohi

પ્રચંડ બહુમતીથી જીત બાદ બીજેપી સંસદીય દળની આજે બેઠક, ફરી નેતા તરીકે ચૂંટાશે નરેન્દ્ર મોદી

Arohi

પરિણામ પર મંથનઃ આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક, હાર અંગે કરશે મંથન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!