કોંગ્રેસ-DMK વચ્ચે દોસ્તીનો નવો અધ્યાય, કોંગ્રેસ તમિલનાડુમાં દસ સીટ પર ચૂંટણી લડશે

લોકસભાની ચૂંટણી પહેલા વિવિધ પાર્ટીઓ વચ્ચે ગઠબંધન બાદ બેઠકની વેચણી શરૂ કરવામા આવી છે. ત્યારે તમિલનાડુમાં ડીએમકે અને કોંગ્રેસ વચ્ચે બેઠકની વેચણી કવામા આવી. તમિલનાડુની કુલ 39 બેઠકમાંથી કોંગ્રેસ 10, ડીએમકે 20 બેઠક પર ચૂંટણી લડશે.. જ્યારે બાકીની નવ બેઠક અન્ય પાર્ટીઓને ફાળવવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસથી તમિલનાડુમાં કોંગ્રેસ અને ડીએમકે વચ્ચે બેઠક વેચણી માટે ફોર્મુલા નક્કી કરવા બેઠક કરવામાં આવતી હતી. જે બાદ ડીએમકે અને કોંગ્રેસ વચ્ચે બેઠકની વેચણી કરવામાં આવી છે.

ગઠબંધનની રાજનિતી મધ્યાહ્ને છે. મુખ્ય હરીફ પાર્ટી ભાજપ અને કોંગ્રેસ બન્ને ને અન્ય પાર્ટીઓનો સહારો લીધા વગર છુટકો નથી. તેમજ સરકાર બનાવવા માટે પણ પ્રાદેશિક પક્ષોને સાથે રાખવા પડે તેમ છે.ભાજપ પ્રમુખ ભલે પોતાને મોટા ભાઈ ગણાવતા હોય,છતાં મહારાષ્ટ્રમાં પણ તેમને શિવસેના સાથે હાથ મિલાવવાની ફરજ પડી છે. તેમજ દક્ષિણમાં તો ભાજપનું તણખલું નથી. તેથી જ ભાજપેતમિલનાડુમાં એઆઈએડીએમકે સાથે ગઠબંધન કર્યું છે. જો કે ગઠબંધનની રાજનિતી કેટલો લાભ આપશે તે ચૂંટણી પરિણામ પરથી ખબર પડશે.

READ ALSO  

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter