GSTV
Rajkot ગુજરાત ટોપ સ્ટોરી

મિશન 2022 / ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે રાજસ્થાનના CM, સૌરાષ્ટ્ર-કચ્છ પટ્ટા પર કોંગ્રેસનું ફોકસ

કોંગ્રેસ

રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના સિનિયર ઓબ્ઝર્વ અશોક ગેહલોત આજથી ત્રણ દિવસના પ્રવાસે છે. ત્રણ દિવસ દરમિયાન તેઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જઈ નેતાઓ અને કાર્યકરો સાથે મુલાકાત કરશે. તેઓ રાજકોટમાં નેતાઓને મળશે અને સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લાની 52 વિધાનસભા બેઠકો માટે મનો મંથન કરવામાં આવશે.

આજરોજથી રાજસ્થાનના મુખ્યમંત્રી ત્રણ દિવસના ગુજરાત મુલાકાતે છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છની 52 સીટો માટે કોંગ્રેસ દ્વારા મનોમંથન કરવામાં આવશે. મુખ્ય પ્રભારી અશોક ગેહલોતની હાજરીમાં મનોમંથન કરવામાં આવશે. લલિત કગથરીઆએ કહ્યું હતું કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલે નહી. ત્રીજો પક્ષ સત્તાધારી પક્ષના પૂરક પાર્ટી તરીકે આવે છે.

રાજકોટમાં ED ની કાર્યવાહીને લઈ નામ બોલ્યા વગર લલિત કગથરાએ ભાજપ પર નિશાન તાકયું હતુ. સરકાર ભાજપ માટે 25-25 વર્ષ મહેનત કરનારા પર EDની કાર્યાવાહી કરાવવામાં આવે છે. લલિત કગથરાએ ઉમેર્યું હતું કે અડવાણીની ઉંમર થઇ ગઇ છે નહી તો તેમના પર પણ ED ની કાર્યવાહી કરવામાં આવી હતી.

આજથી ત્રણ દિવસના પ્રવાસે અશોક ગેહલોત

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા બેઠકોનો દોર શરૂ થયો છે. થોડા દિવસ પહેલા ટી એસ સિંહદેવ અને મિલિન્દ દેવરા અમદાવાદ આવ્યા હતા અને ચૂંટણી લક્ષી બેઠક યોજાઇ હતી. ત્યારે હવે કોંગ્રેસના ગુજરાતના સિનિયર ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી એવા અશોક ગહેલો ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ બેઠક દરમિયાન અશોક ગેહલોત કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરશે. તેઓ આગામી ચૂંટણી માટે નેતાઓને માર્ગદર્શન આપશે. સાથે જ નેતાઓ પાસેથી અભિપ્રાય મેળવશે.

અશોક ગેહલોત

ગુજરાત પ્રવાસની વાત કરીએ તો 16મીએ સુરત રાજકોટ, 17મીએ બરોડા, અમદાવાદ ખાતે બેઠક યોજશે. બેઠકો પૂર્ણ થયા બાદ 18મીએ અમદાવાદ ખાતે આવેલ પ્રદેશ કાર્યલય પર પ્રેસ કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મોટી જવાબદારી સોંપવામાં આવી છે

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અશોક ગેહલોતની મોટી જવાબદારી સોંપી છે. કોંગ્રેસે અશોક ગેહલોતના ગુજરાતના સિનિયર ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે. કોંગ્રેસને રાજ્યમાં ફરીથી કેવી રીતે બેઠી કરવી, ક્યા ઉમેદવારોને ટિકિટ આપવા જેવા વિવિધ મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

જે રીતે ગુજરાતમાં કોંગ્રેસ તૂટી રહી છે. નેતાઓ કોંગ્રેસ છોડી જઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસને ફરી કઈ રીતે બેઠી કરી શકાય તે અંગે ચર્ચા થશે. ચૂંટણી જીતવામાં ઉમેદવારની પસંદગી પણ ખૂબ અગત્યની છે. ત્યારે ઉમેદવારોને લઈ ચર્ચા થશે. આ વર્ષે કોંગ્રેસ શક્ય હોય તેટલા ઝડપી ઉમેદવારોની જાહેરાત કરવા માંગે છે. ઉમેદવારોની યાદી પણ તૈયાર કરવામાં આવે તેવી શકયતા સેવાઈ રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

મોટી દુર્ઘટના/ અરુણાચલપ્રદેશના તવાંગમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, પાયલટનું થયું મોત

HARSHAD PATEL

ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માની પલ્લીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું, પલ્લીમાં ઘીની નદીઓ વહેતી જોવા મળી

pratikshah

જેતપુર/સાડીનાં કારખાનામાંથી  પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો, પતિએ હત્યા કરી હોવાની આશંકા

pratikshah
GSTV