કોંગ્રેસના આ નેતાને પીએમ અને પ્રિન્સનું ગળે મળવું ખૂચ્યું, વીડિયોમાં જુઓ શું રહી રહ્યા છે

કોંગ્રેસને સાઉદી અરબના પ્રિન્સ સલમાન અને પીએમ મોદી વચ્ચે થયેલી મુલાકાત અને બન્ને નેતાનું ગળે મળલાનું ખૂંચ્યુ. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, આતંકવાદ વિરોધી પ્રયાસોના વખાણ કરનાર શખ્સને પીએમ મોદીએ ગળે મળી પુલવામાના શહીદ જવાનોનું અપમાન કર્યુ. રણદીપ સુરજેવાલાએ ટ્વિટ પર બન્ને  નેતાની ગળે મળતી એક તસ્વીર પોસ્ટ કરી જેમા લખવામાં આવ્યુ કે, રાષ્ટ્રિય હિત અને તેની સામે મોદીજીની ગળે મળવાની કુટનીતિ.

પ્રોટોકોલ તોડીને પીએમ મોદીએ એવા વ્યક્તિનુ સ્વાગત કર્યુ જેમણે પાકિસ્તાનને  20 અરબ ડોલરની સહાય કરવાનો વાયદો કર્યો અને તેમણે પાકિસ્તાનના આતંકવાદ વિરોધી પ્રયાસોના વખાણ કર્યા. કોંગ્રેસે સવાલ  કર્યો કે, પુલાલામમાં શહીદ થયેલા જવાનોને યાદ કરવાની આ કેવી રીત છે?. મહત્વપૂર્ણ છે કે, પીએમ મોદીએ મંગળવારે પ્રોટોકોલ તોડીને સાઉદી અરબના પ્રિન્સ સલમાનનું સ્વાગત કર્યુ હતું. જે બાદ  તેઓ કોંગ્રેસના  નિશાને આવ્યા  છે.

મહત્વનું છે કે ભારત અને સાઉદી અરબ વચ્ચે સંબંધોને વધારે મજબૂત કરવા માટે બન્ને દેશ વચ્ચે મહત્વના પાંચ કરાર કરવામાં આવ્યા. જેમા પર્યટન, ઉર્જા અને સંરક્ષણ અંગે કરારનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ બન્ને દેશની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમા જણાવ્યું કે, સાઉદી અરબ ઉર્જા ક્ષેત્રે ભારતનું મહત્વનું સાથી રહ્યું છે.

અમે સાઉદી અરબના રોકાણકારોનું સ્વાગત કરીએ છીએ. આ ઉપરાંત પીએમ મોદીએ સાઉદી અરબના પ્રિન્સની હાજરીમાં પુલવામા હુમલાનો મુદો ઉઠાવ્યો. પીએમ મોદીએ જણાવ્યું કે, આતંકવાદને સમર્થન આપનારા દેશ ઉપર દબાણ વધારવાની જરૂર છે. આવા દેશ સામે દુનિયાના દેશોએ સાથે આવવું પડશે.

પુલવામામાં થયેલો હુમલો ક્રૂરતાની નિશાની છે. જેથી આવા હુમલા કરનાર આતંકવાદીઓને સજા થવી જોઈએ. પીએમ મોદી બાદ પ્રિન્સ સલમાને સંબોધન કર્યુ હતું અને તેમણે આતંવાદ સાથે લડવાની વાત કરી પરંતુ પુલવામા હુમલા અંગે મૌન ધારણ કર્યુ હતું.

હૈદરાબાદની લીધી મુલાકાત

સાઉદી અરબના પ્રિન્સ સલમાન ભારતની મુલાકાતે આવ્યા છે. પીએમ મોદીએ હૈદરાબાદ હાઉસમાં પ્રિન્સ સલમાનની મુલાકાત કરી. જે બાદ બન્ને દેશના ડેલિગેશન વચ્ચે એક બેઠક કરવામાં આવી. આ બેઠકમાં સાઉદી અરબ અને ભારત વચ્ચે મહત્વના પાંચ જેટલા કરાર કરવામાં આવ્યા છે. આ કરારથી બન્ને દેશના વિકાસને વધુ ગતિ મળશે. ભારતે સાઉદી અરબ સાથે ઉર્જા ક્ષેત્રે મહત્વના કરાર કર્યા છે. જેથી ભારત અને સાઉદી અરબના સંબંધોને નવી ઊંચાઈ મળશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter