GSTV

ચૂંટણીઓ હારવામાં કોંગ્રેસ બનાવી રહી છે રેકોર્ડ પર રેકોર્ડ, કોંગ્રેસના મોટા માથાની કામગીરી પર ઉભા થયાં અનેક સવાલો

ગુજરાતમાં છ મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામમાં ભાજપનો ભગવો ફરી લહેરાયો છે. કોંગ્રેસને ખાસ કંઇ ઉકાળી શકી નથી. બીજી તરફ સુરતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે. જીત બાદ વિજેતા ઉમેદવારોએ જનતાનો આભાર માન્યો હતો. જ્યારે કે પાર્ટીના કાર્યકરોએ આ જીતની ઉજવણી કરી હતી.

વિપક્ષના આ ત્રણ દિગ્ગજ નેતાઓના ભાવિ સામે સવાલ

મહાનગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસના સુપડા સાફ થયા બાદ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. આ ચૂંટણીઓ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ માટે આખરી ચૂંટણી બની રહેશે ! વિધાનસભાની પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. તે વખતથી જ કોંગ્રેસ હાઇકમાન્ડ પ્રદેશ કોંગ્રેસના નેતાઓથી ભારોભાર નારાજ છે.

પેટાચૂંટણી વખતે જ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ તો નૈતિક જવાબદારી સ્વિકારી રાજીનામા હાઇકમાન્ડને મોકલી આપ્યા હતાં જે સ્વિકારાયા ન હતાં. જોકે, સાતવ,અમિત ચાવડા અને પરેશ ધાનાણીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારો દેખાવ કરવા વધુ એક તક અપાઇ હતી. પણ કોંગ્રેસમાં કોઇ ઝાઝો ફરક પડ્યો ન હતો.


કુલ સીટ
BJPINCAAPOTH
અમદાવાદ1921552908
સુરત120930270
વડોદરા7669700
રાજકોટ7268400
ભાવનગર5244800
જામનગર64501103
કુલ576479592711

મહાનગરપાલિકાની ચૂંટણીમાં જ કોંગ્રેસના નેતાઓ પારદર્શક રીતે ટિકિટની વહેંચણી કરવાને બદલે રીતસર ભાગબટાઇ કરી હતી. ખુદ કોંગ્રેસના કાર્યકરોએ લાખો રૂપિયામાં ટિકિટો વેચાઇ હોવાનો આક્ષેપ કર્યો છે.

READ ALSO

Related posts

રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય

Pritesh Mehta

વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું

Pritesh Mehta

વધતા આત્મહત્યાના કેસ સામે તંત્રનો નવતર પ્રયોગ, સાબરમતીના કિનારે લગાવ્યા અનોખા પોસ્ટર્સ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!