ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉમેદવારોની બીજી લિસ્ટ જારી કરી દીધી છે. આ લિસ્ટમાં મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. કોંગ્રેસની આ લિસ્ટમાં 41 નામ છે, જેમા 16 મહિલાઓ સામેલ છે.


કોંગ્રેસે સહારનપુર નગરથી સુખવિંદર કૌર, ગાજિયાબાદની સાહિબાબાદ સીઅથી સંગીતા ત્યાગી, અલગીગઢની ખેર બેઠકથી મોનિકા સૂર્વસંશી અને ઇગલાસથી પ્રીતિ ડાંગર સહિત 16 મહિલાઓને મેદાનમાં ઉતાર્યા છે. ઉપરાંત કોંગ્રેસની આ લિસ્ટમાં કૈરાનાથી હાજી અખલાક, મુજફ્ફરનગરથી સુબોધ શર્મા, મેરઠથી રંજન શર્મા, બાગપતથી અનિલ દેવ ત્યાગી, બુલંદશહેરથી સુશીલ ચૌધરી, આગરા કેન્ટથી સિકંદર વાલ્મિકી અને ફતેહપુરથી હેમંત ચાહરનું નામ શામેલ છે.
યુપી ચૂંટણી માટે કોંગ્રેસે પ્રથમ યાદી અને બીજી યાદી સહિત કુલ 166 ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં વિધાનસભા ચૂંટણીમાં 66 મહિલાઓને ઉમેદવાર બનાવવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…
MUST READ:
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં