કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. આ ચૂંટણી દ્વારા રાહુલ ગાંધીને પ્રમુખપદે બેસાડવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે ત્યારે પોતાના તરફથી ઉમેદવાર ઉતારવો કે નહીં એ મુદ્દે સોનિયા ગાંધીનું વિરોધી જૂથ અવઢવમાં છે.

કોંગ્રેસમાં લોકશાહી પ્રક્રિયાથી નિર્ણયો લેવાની વાત કર્યા પછી પાણીમાં ના બેસી જવું જોઈએ
સોનિયા-રાહુલના નેતૃત્વ સામે સવાલ ઉઠાવનારા નેતાઓમાં કપિલ સિબ્બલ સહિતના નેતાઓનું માનવું છે કે, રાહુલ ગાંધી ઉમેદવાર હોય કે બીજું કોઈ ઉભું રહે પણ સોનિયાને પત્ર લખનારા નેતાઓએ તેની સામે ઉમેદવાર ઉભો રાખવો જ જોઈએ. કોંગ્રેસમાં લોકશાહી પ્રક્રિયાથી નિર્ણયો લેવાની વાત કર્યા પછી પાણીમાં ના બેસી જવું જોઈએ એવો સિબ્બલનો મત છે.
આ ચૂંટણી થઈ રહી છે એ જ તેમની જીત
બીજી તરફ ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા સહિતના નેતાઓનું માનવું છે કે, આ ચૂંટણી થઈ રહી છે એ જ તેમની જીત છે. આ સંજોગોમાં વાતને વધારે ખેંચવાની જરૂર નથી. રાહુલ સિવાય નહેરૂ-ગાંધી ખાનદાનના બીજા કોઈ નજીકના વ્યક્તિને ઉભો રખાય તો ચૂંટણી લડવી એવો તેમનો મત છે. સિબ્બલની તરફેણ કરનારાંની સંખ્યા વધારે છે એ જોતાં કોંગ્રસ પ્રમુખપદ માટે જંગ જામશે એવું લાગે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ