GSTV
Rajkot ગુજરાત ટોપ સ્ટોરી

ખેડૂતો પર વરસી કોંગ્રેસ / સરકાર રચાશે તો ખેડૂતોના ત્રણ લાખ સુધીના દેવા માફ કરાશે, વીજ મીટર થશે નાબૂદ

કોંગ્રેસ

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં માટે વિવિધ રાજકીય પક્ષો કમર કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસે પણ ચૂંટણી જીતવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે ખેડૂતો તેમજ પશુપાલકો માટે ચૂંટણીલક્ષી સંકલ્પ પત્ર જાહેર કર્યુ. જેમાં જો આગામી વિધાનસભામાં કોંગ્રેસની સરકાર રચાશે તો ખેડૂતોના ત્રણ લાખ સુધીના દેવા માફ કરાશે. ખેડૂતોના વીજ મીટર નાબૂદ કરાશે. જમીન માપણી સર્વેની કામગીરી ફરી વખત કરવામાં આવશે.

  • ખેડૂતોના ૩ લાખ સુધીના દેવા માફ કરાશે
  • સિંચાઈના પિયતના ભાવ વ્યાજબી કરાશે
  • ખેડૂતોના વીજમીટર નાબૂદ કરાશે
  • ખેડૂતોને ૧૦ કલાક દિવસે વીજળી અપાશે
  • ફરી જમીન માપણી સર્વે હાથ ધરાશે
  • ટેકાના ભાવ પર બોનસ અપાશે
  • દૂધ ઉત્પાદકોને લીટરે પાંચ રૂપિયાનું બોનસ
  • માલધારીઆેને જમીનધારણ કરવાનો અધિકાર અપાશે
કોંગ્રેસ

આ ઉપરાંત ખેડૂતની હદ હશે તે નિશાનમાં પથ્થર લગાવવામાં આવશે. આ ઉપરાંત માલધારીઓ જમીનધારણ કરવાનો પણ અધિકાર અપાશે તેવી કોંગ્રેસે જાહેરાત કરી છે.

કોંગ્રેસે વાયદો કર્યો છે કે સરકાર રચાશે તો પશુપાલકોને લિટરદીઠ 5 રૂપિયાની સબસીડી આપવામાં આવશે.દરેક માલધારીઓને ખેડૂતનો દરજ્જો કોંગ્રેસ આપશે.સાથે જ ખેડૂતોના સિંચાઈ દર માં 50 ટકાની રાહત આપવામાં આવશે. જણાવી દઇએ કે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં આ જાહેરાત કરવામાં આવી.

કોંગ્રેસ

શોક ગેહલોત આગામી સમયમાં ગુજરાત પ્રવાસે આવશે

જણાવી દઇએ કે ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મિશન 2022ને લઈ કોંગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર ઑબઝર્વર અને રાજસ્થાનના CM અશોક ગેહલોત આગામી સમયમાં ગુજરાત પ્રવાસે આવશે અને તેઓ ગુજરાત કોંગ્રેસ 2022ની ચૂંટણી રણનિતીને આખરી ઓપ આપશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગેહલોતને સિનિયર ઑબઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે.

મહત્વનું છે કે, અગાઉ પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં ચૂંટણીલક્ષી અને ગુજરાત કોંગ્રેસના આયોજનો અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા પણ કરાઈ હતી. તમને જણાવી દઈએ કે સમગ્ર દેશમાં ધીરેધીરે કોંગ્રેસનું વર્ચસ્વ ખતમ થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ સત્તા મેળવવા માટે કોશિશ કરી રહ્યું છે. દિલ્હી હાઈકમાન્ડ ગુજરાતના નેતાઓને રાજ્યમાં છેલ્લા 27 વર્ષોથી શાસન કરી રહેલી ભાજપને સત્તામાંથી હટાવવા માટે ચૂંટણી માટે એકજૂટ થવાની તૈયારી કરવા કહેવાયું છે.

Read Also

Related posts

BIG BREAKING: ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક કોમેડિયન પરાગ કંસારાનું નિધન

pratikshah

મોટી દુર્ઘટના/ અરુણાચલ પ્રદેશના તવાંગમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, પાયલટનું થયું મોત

HARSHAD PATEL

ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માની પલ્લીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું, પલ્લીમાં ઘીની નદીઓ વહેતી જોવા મળી

pratikshah
GSTV