GSTV

ભાજપના ગઢમાં કોંગ્રેસના નેતાઓનો 12મી તારીખે જમાવડો, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ શાસિત રાજ્યોના સીએમ પણ જોડાશે

કોંગ્રેસ

Last Updated on March 8, 2020 by Mayur

કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી દાંડી યાત્રા પહેલા અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળી. આ બેઠકમાં 12મી માર્ચે યોજાવાની દાંડી યાત્રા અંગે ચર્ચા કરવામાં આવી. આ યાત્રામાં કોંગેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહેવાના છે. જ્યારે દેશમાં કોંગ્રેસ શાસિત રાજ્યના સીએમ પણ દાંડી યાત્રામાં જોડાશે.

કોંગ્રેસ પાર્થનાસભા બાદ યાત્રાનો પ્રારંભ કરશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આગામી 12 માર્ચે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અને તેઓ કોંગ્રેસની દાંડીયાત્રામાં સામેલ થશે. અંગ્રેજ હકુમત સામે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ 12 માર્ચે 1930ના દિવસે સાબરમતી આશ્રમથી શરૂ કરેલી દાંડીયાત્રા સ્વતંત્રતાની ચળવળમાં મહત્વની પૂરવાર થઈ હતી. ત્યારે ગુજરાત કોંગ્રેસે પણ 12 માર્ચે સાબરમતી સ્થિત ગાંધી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરવા જઈ રહી છે. સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભા પૂર્ણ કરીને યાત્રાનું પ્રસ્થાન થશે. જેમાં પ્રથમ દિવસ ઉપસ્થિત રહેનારા રાહુલ ગાંધી પ્રથમ દિવસે નવ કિલોમીટરની પદયાત્રા કરશે.

  • 12 માર્ચે રાહુલ ગાંધી આવશે ગુજરાત
  • કોંગ્રેસની દાંડીયાત્રાને મોટા સમાચાર
  • 12મી માર્ચથી શરૂ થનાર દાંડીયાત્રાની થશે શરૂઆત
  • યાત્રાના પ્રથમ દિવસે રાહુલ ગાંધી રહશે ઉપસ્થિત

કોણ કોણ જોડાઈ શકે છે ?

12મી માર્ચના રોજ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાત આવીને દાંડીયાત્રા યોજશે. દેશમાં બનેલી હિંસાની ઘટનાઓ સામે કોંગ્રેસ ગાંધીજીનો અહિંસાનો સંદેશ આપશે. તો રાહુલ ગાંધી સાથે આ દાંડિયાત્રામાં પ્રિયંકા ગાંધી પણ જોડાશે. આ દાંડીયાત્રા કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી મોટી દાંડીયાત્રા હોય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. નોંધનીય છેકે દિલ્હી ખાતે મળેલી કોંગ્રેસના નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. 12 માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધીની કૂચ કરવામાં આવશે. જે રૂટ પર ગાંધીજીએ યાત્રા કાઢી હતી તે જ રૂટ પર આ યાત્રા નીકળશે.

ભાજપની દુખતી રગ દાબશે

કોંગ્રેસ કોઈ પણ સંજોગોમાં ભાજપની દુખતી રગો પર પ્રહાર કરશે. થોડા સમય પહેલાં કોંગ્રેસના કદાવર નેતા અધિર રંજનના ઘર પર હુમલો થયો હતો. જેના સ્ટાફને પણ માર મરાયો હતો. કોંગ્રેસ ભાજપના ગઢ એવા ગુજરાતમાં જ મોદી અને અમિત શાહને ઘેરવા માટે પ્લાન ઘડ્યો છે. જે અંતર્ગત ગુજરાતમાં દાંડીકૂચ યાત્રા કાઢશે. આ યાત્રામાં કોંગ્રેસના તમામ કદાવર નેતાઓ સાથે રાજ્યોના સીએમ પણ હાજર રહેશે. એવું બને કે વિપક્ષ પણ હાજર રહે.

READ ALSO

Related posts

ટ્રેઈની આઈપીએસ ઓફિસરો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ, દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટ હોવાની ભાવના દેખાવવી જોઈએ

Pravin Makwana

આને ભુવો કહેવો કે કુવો: રાજધાની દિલ્હીમાં રસ્તા પર એટલો મોટો ખાડો પડ્યો કે લોકો જોઈને ડરી ગયા, રસ્તો કર્યો બ્લોક

Pravin Makwana

અટકળો/ તાનાશાહ કિમ જોંગ ફરી બિમાર, 20 કિલો વજન ઘટવાની સાથે નવી બહાર આવેલી તસવીરોથી કોરિયામાં ચિંતાનો માહોલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!