ગુજરાતની નદીઓના પ્રદૂષણ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે સરકારના પાપે કરોડો લિટર અનટ્રિટેટ પાણી નદીમાં ઠલવવાને કારણે બેફામ પ્રદૂષણ થાય છે. ઉપરથી સરકાર પ્રદૂષણ છૂપાવવા નદી ઉત્સવ કરી પ્રજાના પૈસે ઉત્સવો અને તાયફાઓ યોજે છે.

સરકારે જે કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાનું ફંડ લીધું તેને કેમિકલ ઠાલવવાના પરવાના આપ્યા છે. મનિષ દોશીએ કહ્યું કે નદી મહોત્સવ પહેલા છેલ્લા 20 વર્ષમાં ભાજપ સરકારે કોઈ અધિકારી સામે પગલાં લીધા હોય તો જાહેર કરે. અને નદીઓનું પાણી પીવાલાયક રહ્યું નથી તે હકીકત જનતાને જણાવે. તેમણે કહ્યું કે કોંગ્રેસ નિષ્ણાંતો તેમજ લોકોના અભિપ્રાયો લઈને નદીઓના પ્રદૂષણ મુદ્દે એક વિસ્તૃત અહેવાલ રજૂ કરીને જનતા સમક્ષ રજૂ કરશે.
અગાઉ પણ મનીષ દોશીએ આક્ષેપો કર્યા હતા કે જે રીતે નદીઓમાં પ્રદૂષણ વધી રહ્યું છે અને આંધળા વિકાસની આડમાં જે લોકોને પીવાલાયક પાણી મળતું નથી, એવા લોકો માટે પાણીના સ્ત્રોત સમાન નદીઓમાં ભારે પ્રમાણમાં પ્રદૂષણ કરવામાં આવી રહ્યું છે અને ઝેરી કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અહેવાલમાં પણ સ્પષ્ટપણે દર્શાવ્યું છે સાબરમતી નદી, મહી નદી, નર્મદા, દમણ ગંગા નદી, નરસિંહ મહેતા તળાવ, દુધિયા તળાવ સહિત અનેક જગ્યાએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ખુદ સ્વીકારે છે કે ભારે અને મધ્યમ પ્રદૂષિત થઈ ગયા છે.
પ્રદૂષણને લઈને લોકસભામાં પુછાયેલ પ્રશ્નમાં મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ અને ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલ જવાબમાં પણ ખુદ સ્વીકારવામાં આવ્યું છે કે ગુજરાતની 20 નદીઓમાં પીવાલાયક પાણી નથી અને પાણી પ્રદૂષિત થઈ ચૂક્યું છે અને દેશમાં પ્રદૂષિત નદીઓમાં ગુજરાત ચોથા ક્રમાંકે આવે છે, જે સ્પષ્ટ કરે છે કે ગુજરાતમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જેમની પ્રદૂષણ ન વધે તે જાળવવાની જવાબદારી છે તે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પોતાની જવાબદારી નિભાવી શકી નથી અને નિષ્ફળ રહી છે અને ઊલટાનું પ્રદૂષણ નિયંત્રણ કરવાના બદલે દિનપ્રતિદિન વધી રહ્યું છે.
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે. સાબરમતી અને નદીઓના શુદ્ધિકરણ માટે ચાર વર્ષમાં લગભગ ૨૦૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે, છતાં કોઇ ફેરફાર નથી થયો તો સવાલ તો એ છે કે નાણાં ક્યાં ગયા અને નદીઓમાં ઝેરી કચરો ઠલવાઈ રહ્યો છે, આ કચરો ઠાલવવાની મંજૂરી કોણે આપી શા માટે કોઈ પગલાં નથી લેવાઈ રહ્યાં અને સરકાર જલ્દી જે આ પ્રદૂષણ નિયંત્રણ કરવામાં નિષ્ફળ રહી છે તેના પર ધ્યાન આપે એવી પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ માગણી કરી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- સામનામાં આકરા પ્રહાર! 50-50 કરોડ રૂપિયામાં વેચાયેલા બાગી ‘બિગ બુલ’, આખરે ગુવાહાટી પ્રકરણમાં ભાજપની ધોતી ખુલી જ ગઈ
- Good News/ કપૂર ખાનદાનમાં આવવાનો છે નાનો સભ્ય, આલિયા ભટ્ટે આપી ખુશખબર
- પોસ્ટ ઓફિસની ધાંસૂ સ્કીમ! 10 વર્ષથી મોટા બાળકોનું ખોલાવો ખાતુ, દર મહિને મળશે 2500 રૂપિયા
- ઓનલાઈન શોપિંગ કરવું થશે સરળ, વોટ્સએપ લઈને આવી રહ્યુ છે આ નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ
- દાદીએ પોતાના ગરબાથી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એનર્જી જોઈ સારા-સારા ડાન્સર્સ રહી ગયા દંગ