GSTV
Home » News » જસદણની હારમાં કોંગ્રેસને આ ભૂલ નડી, ગઢ ગુમાવ્યો અને બાવળિયા પણ

જસદણની હારમાં કોંગ્રેસને આ ભૂલ નડી, ગઢ ગુમાવ્યો અને બાવળિયા પણ

રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત ૩ રાજ્યોમાં ચૂંટણીમાં ભાજપને મળેલી પછડાટ પછી તેના સીધી અસર જસદણની પેટાચૂંટણીમાં જોવા મળશે તેવી બજારમાં જોરશોરથી ફંકાતી ‘હવા’નું જાણે સુરસુરિયું થઇ ગયું હોય તેવો માહોલ જસદણમાં જોવા મળ્યો હતો. છેલ્લા બે મહિનાથી કોંગ્રેસના મહાસચિવથી માંડીને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, પ્રભારી તમામ કોંગ્રેસી ધારાસભ્યો, જિલ્લા પંચાયતના કોંગ્રેસના આગેવાનો, જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખ સહિતના અનેક કાર્યકરો બબ્બે મહિનાથી જસદણ પંથકમાં ધામા નાખ્યા હોવા છતાં પક્ષપલ્ટુ એવાં ‘કુંવરજી’ને હરાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

જસદણ પંથકની પેટાચૂંટણીએ ભાજપ સરકાર માટે પડકારરૂપ બની રહી

સમગ્ર ગુજરાતમાં રાજ્યસ્થાન અને મધ્યપ્રદેશ સતા પલ્ટાની વ્યાપક અસર જોવા મળે છે ત્યારે જસદણ પંથકની પેટાચૂંટણીએ ભાજપ સરકાર માટે પડકારરૂપ બની રહી હતી. કોંગ્રેસના ઓલ ઇન્ડિયાના મહાસચિવ શ્રી મોહન્તી, જીતેન્દ્ર બધેલ, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમીત ચાવડા, પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ ઉપરાંત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો યુવક કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો સહિત  મોટી સંખ્યામાં મહિલા આગેવાનોને પસારમાં કામે લગાડવામાં આવ્યા હતા.

કોંગ્રેસ ઉમેદવારની પસંદગીમાં થાપ ખાધી

છેલ્લે છેલ્લે પંજાબથી કેબીનેટ મીનીસ્ટર નવજોતસિંધુ પણ જસદણ આવી ગયા. પરંતુ તેમ છતાં જસદણ વિસ્તારમાં છેલ્લા ત્રણ ટર્મથી ચૂંટાતા ઉમેદવારો કરતાં કુંવરજીભાઇ વધુ મતની લીડથી આજે જીત્યા હતા. આ સ્થિતિ પાછળની ચર્ચા કરતા કાર્યકરોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ઉમેદવારની પસંદગીમાં થાપ ખાધી હતી.

આગામી ૨૦૧૯ની ચૂંટણીમાં આ અનુભવ કોંગ્રેસને કામે લાગશે

એક તો ઉમેદવાર નક્કી કરવામાં મોડું કર્યું બીજુ જે ઉમેદવાર નક્કી કર્યા તે રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્થિતિએ પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતા નબળા હતા. માત્ર ધો. ૭ પાસ અને જિ.પ.ના સભ્યપદે બે વખત રહેવાથી કે એક વખત ઉપપ્રમુખનો હોદ્દો સંભાવનાથી ચૂંટાઇ જવું મુશ્કેલ હોય છે. કોંગ્રેસની પ્રચારની વ્યૂહરચના મજબુત હતી. કાર્યકરો અને આગેવાનોએ જીત માટે પ્રયાસ પણ પુરજોશમાં કર્યો હતો.  પરંતુ નબળા ઉમેદવારને પાર્ટીના નામે જીતાડવાનું કામ મુશ્કેલ હોય છે તે વધુ એક વખત આજના પરિણામથી સાબિત થયું. આગામી ૨૦૧૯ની ચૂંટણીમાં આ અનુભવ કોંગ્રેસને કામે લાગશે. તેવી લાગણી વ્યકત કરવામાં આવી હતી.

Related posts

સુરતના અગ્નિકાંડના દિલ્હી સુધી પડ્યા પડઘા, કેજરીવાલ સરકારે આપ્યા આ આદેશ

Mansi Patel

મોદી સરકારમાં ગુજરાતના 4 નેતાઓને મળી શકે છે પ્રધાનપદ, આ સાંસદને લાગશે લોટરી

Nilesh Jethva

મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ વધુ ઘેરાયું, CM કમલનાથે સરકાર બચાવવા મંત્રીઓને આપી સૂચના

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!