GSTV

મનમોહન સરકારમાં થઈ છે 6 સર્જિકલ સ્ટ્રાઈક પણ અમે ગુણગાન ગાતા નથી, કોંગ્રેસે જાહેર કર્યું લિસ્ટ

સર્જિકલ સ્ટ્રાઇક પર કોંગ્રેસ પાર્ટી સરકાર પર સવાલો ઉઠાવતી રહી છે. પરંતુ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, યુપીએ સરકાર દરમિયાન પાકિસ્તાન વિરુદ્ધ 6 વાર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, મનમોહન સિંહના શાસનકાળમાં 6 વાર જ્યારે અટલ બિહારી વાજપાયીની સરકારમાં બે વાર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. આ સાથે જ તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે, તેમણે માત્ર એક સર્જિકલ સ્ટ્રાઇક કરી તેઓ પોતાની પીઠ થપથપાવી રહ્યાં છે.

કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ ભાજપ દ્વારા સર્જિકલ સ્ટ્રાઇકના પ્રચારને લઇને નિશાન સાધતા કહ્યું કે, મનમોહન સિંહે સર્જિકલ સ્ટ્રાઇકનું રાજકારણ નથી કર્યું. અમે લોકો તે દળમાંથી છીએ જેઓ યોજનાને અંજામ સુધી પહોંચાડીએ છીએ, પરંતુ તેના ગુણગાન નથી ગાતા, જ્યારે હાલની સરકાર ચૂંટણી પહેલા અને ચૂંટણી દરમિયાન માત્ર અને માત્ર લહેરાતો રાજકિય પાક કાપવાનો પુરો પ્રયાસ કરે છે.

તેમણે કોંગ્રેસે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકની વિગતો આપી જે મુજબ 19 જુન 2008માં ભટકલ પુંજમાં, 30 ઓગસ્ટ થી 01 સપ્ટેમ્બર 2011 શારદા સેક્ટર, કેલમાં નીલમ રિવર વેલીમાં, 06 જાન્યુઆરી 2013 સાવન પત્ર ચેકપોસ્ટમાં, 27 થી 28 જુલાઇ 2013 નાજપીર સેક્ટરમાં, 06 ઓગસ્ટ 2013 નીલમ વેલીમાં, 14 જાન્યુઆરી 2014 તત્કાલિન સેનાધ્યક્ષ વિક્રમસિંહે 23 સપ્ટેમ્બર 2013ના રોજ એક સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો હતો. વાજપાયી સરકાર દરમિયાન સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતા તેમણે 21 જાન્યુઆરી 2000માં નદાલા એન્ક્લેવનો ઉલ્લેખ કર્યો અને તેની સાથે જ 18 સપ્ટેમ્બર 2003ના બરોહ સેક્ટર પુંછની જાણકારી આપી હતી.

Related posts

ચીનની સૌથી મોટી રીયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે નાદારીના આરે, રૂ.23 લાખ કરોડનું દેવું

Damini Patel

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

મહંત નરેન્દ્ર ગિરીના નિધનથી રાજકીય આલમમાં આઘાતની લાગણી, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!