GSTV
ANDAR NI VAT India News

સોનિયા ગાંધી ચિંતન શિબિરમાં ન બોલાવાયેલા કૉન્ગ્રેસી નેતાઓ સાથે મુલાકાત કરશે

ઉદયપુરમાં યોજાયેલી કોંગ્રેસની ત્રિદિવસીય ચિંતન શિબિરમાં 423 જ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેના કારણે કૉન્ગ્રેસના અનેક મોટા નેતાઓ ચિંતન શિબિરમાં જોડાઈ શક્યા નથી. સોનિયા ગાંધીએ તેમને અલગથી મળીને તેમની સાથે વિચારવિમર્શ કરવાનો નિર્ણય લીધો છે.

સોનિયા ગાંધીએ ઉદયપુરમાં કહ્યું હતું કે, પૂરતી જગ્યા ન હોવાથી ઓછી સંખ્યામાં પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા છે. અનેક મહત્ત્વપૂર્ણ નેતાઓ અને કાર્યકરોને ચિંતન શિબિરમાં જોડી શકાયા નથી. પાર્ટીને મજબૂત કરવામાં તેમનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું છે, તેને ઓછું આંકી શકાય તેમ નથી.

કમસેકમ 100થી 125 નેતા એવા છે જેને જગ્યાના અભાવે આમંત્રિત કરી શકાયા નથી. તેમને હવે દિલ્હી બોલાવવામાં આવશે અને સોનિયા ગાંધી તેમની સાથે બેસી અલગથી ચિંતન-મનન કરશે. હાલ તેનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તદુપરાંત કૉન્ગ્રેસ એક ટાસ્કફોર્સ તૈયાર કરશે જે ચિંતન શિબિરમાં આવેલી ભલામણોના આધારે 2024ની ચૂંટણીની રણનીતિ ઘડશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

શિવસેનાના બાગીઓને SCએ અયોગ્યતા નોટિસના જવાબ માટે 14 દિવસનો સમય આપ્યો

Hemal Vegda

મહારાષ્ટ્રના અધિકારીઓ પર ભડક્યા કેન્દ્રીય મંત્રી, અમે 2-3 દિવસ જ વિપક્ષમાં છીએ એ યાદ રાખજો

Binas Saiyed

Startup Worldમાં પ્રથમવાર ભારતના આ પાંચ શહેરોનો સમાવેશ, ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે દિલ્હી-મુંબઈથી પણ આ સીટી આગળ

Binas Saiyed
GSTV