GSTV
India News Trending

PM મોદીનું નામ લઈને સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો, કહ્યું- લોકતંત્રના ચીંથરા ઉડાવાઈ રહ્યા છે

કોંગ્રેસની ત્રણ દિવસીય ચિંતન શિબરનો આરંભ થયો છે. ત્યારે પહેલા જ દિવસે શિબિરમાં પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીએ નેતાઓને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં તેમણે મોદી સરકારને ઘેરવાની સાથે સાથે મોંઘવારીનો મુદ્દો પણ ઉઠાવ્યો. ઉપરાંત પાર્ટીના નેતાઓને કેટલીક ટકોર પણ કરી.

તેમણે કહ્યું કે આપણી પાસે આ એક તક છે કે જેમાં આપણે દેશની વર્તમાન સ્થિતિ અને પડકારો પર ચર્ચા કરીએ. વડાપ્રધાન મોદી અને તેમની સરકારનું મેક્સિકમ ગવર્નમેન્ટ અને મેક્સિકમ ગવર્નન્સની હકીકત હવે સામે આવી ગઈ છે. ભાજપ સરકારે વર્તમાનમાં સતત ધ્રુવીકરણનો માહોલ બનાવ્યો છે. તેમણે કહ્યું કે દેશમાં સતત લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમજ ડરનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. દેશની એકતાનો આઈડિયા ભાજપ તોડી રહ્યું છે.

રાજકીય વિરોધીઓની સામે સરકારી એજન્સીઓનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમજ લોકતંત્રને તબાહ કરવામાં આવી રહ્યું છે. ભાજપ જવાહરલાલ નેહરૂના વિચાર અને બલિદાનને નકારતા ગાંધીના દેશમાં બંધારણીય માળખાને તોડવાનું કામ કરી રહી છે. દેશમાં સતત નબળા વર્ગ. દલિત. આદિવાસી અને મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. સિવિલ સોસાયટી અને મીડિયામાં ડરનો માહોલ બનાવાયો છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે દેશના બંધારણીય મૂલ્યો ઘટાડવાની સાથે નફરતની આગ ભડકાવાવમાં આવી રહી છે. જે દેશની સામે ગંભીર સમસ્યા છે. દેશના મોટાભાગની આબાદી ભાઈચારો અને શાંતિ ઈચ્છે છે. પરંતુ ભાજપ સતત સાંપ્રદાયિકતાનો વાઈરસ ફેલાવી રહી છે. દેશની આર્થિક સ્થિતિને જોતા યુવાનો. રોજગારી. ખેડૂતો,, મોંઘવારી સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ. સોનિયા ગાંધીએ મોંઘવારી મુદ્દે સરકારને નિશાને લેતા કહ્યું કે દેશમાં મોંઘવારી. પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત વધી રહી છે. જેનાથી કરોડો લોકોની કમર તૂટી ગઈ છે.

કોંગ્રેસના સંગઠને પોતાના લચીલાપણાથી સમયાંતરે દેશની સ્થિતિ સામે પોતાની પ્રતિક્રિયા આપી છે. ફરી એકવાર જનતા આપણી પાસે આશા રાખી રહી છે કે આપણે પોતાના સાહસ. હોંસલાનો પરિચય આપીએ. આજે આપણા સંગઠન સામે જે પરિસ્થિતિ છે તે અસાધારણ છે તેથી તેનો મુકાબલો પણ અસાધારણ રીતે જ કરી શકાય છે. આપણા સંગઠનમાં સુધારોની તાતી જરૂરિયાત છે. સંગઠનમાં રણનીતિમાં બદલાવ. માળખાગત સુધારા અને કામ કરવાની રીતમાં ફેરબદલ કરવા પડશે.

MUST READ:

Related posts

ઓનલાઈન શોપિંગ કરવું થશે સરળ, વોટ્સએપ લઈને આવી રહ્યુ છે આ નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ

Hemal Vegda

દાદીએ પોતાના ગરબાથી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એનર્જી જોઈ સારા-સારા ડાન્સર્સ રહી ગયા દંગ

Damini Patel

શું તમે પણ માઈગ્રેનથી પરેશાન છો? જાણો તેના લક્ષણો, કારણ અને બચવાના ઉપાય

Hemal Vegda
GSTV