GSTV
National Politics ટોપ સ્ટોરી

કોંગ્રેસ ચિંતન શિબિર / સરકાર નફરત ફેલાવીને લઘુમતીઓને દબાવી રહી છે – સોનિયા ગાંધી

કોંગ્રેસની ત્રણ દિવસીય ચિંતન શિબિર શરૂ થઈ ગઈ છે. શિબિરના પ્રથમ દિવસે સોનિયા ગાંધીએ કોંગ્રેસના નેતાઓને સંબોધિત કર્યા હતા. જે દરમિયાન કહ્યું કે, ભાજપ-RSSની નીતિઓની પગલે દેશ જે પડકારોનો સામનો કરી રહ્યો છે તેના પર વિચાર કરવા માટે શિબિર એક સારો અવસર છે.

કોંગ્રેસ

પાર્ટીએ ઘણુ આપ્યું, હવે કર્ઝ ઉતારવાનો સમય – સોનિયા ગાંધી


શિબિરના પ્રથમ દિવસે સોનિયા ગાંધીએ કહ્યું કે, આપણે વિશાળ પ્રયાસોથી જ પરિવર્તન લાવી શકીશુ, આપણે સંગઠનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત અપેક્ષા રાખવી પડશે. પાર્ટીએ આપણને ઘણું આપ્યુ છે હવે કર્ઝ ઉતારવાનો સમય પાકી ગયો છે. દરેક સંગઠને જીવિત રહેવા માટે પરિવર્તન લાવવાની જરૂર પડે છે. આ સૌથી મૂળભૂત મુદ્દો છે

ઉદયપુરથી ઉદય ન થાય તો અસ્ત નિશ્ચિત

કોંગ્રેસે ખુલ્લા મનથી ચર્ચા કરવાનો દેખાડો કરીને હાઈકમાન્ડનો વિરોધ કરનાર G-23 ઉપરાંત કોઈપણ હોદ્દા પર ન હોય એવાં કોંગ્રેસના 50થી વધુ સમર્પિત નેતાઓને ઉદયપુર ચિંતન શિબિરમાં આમંત્રિત કર્યા છે. એવું હરગિઝ નથી કે સમગ્ર દેશ ભાજપનો સમર્થક છે. કોંગ્રેસની મધ્યમમાર્ગિય અને સર્વસમાવેશક વિચારધારાનો દેશને આજે પણ ખપ છે જ. આજે પણ કોંગ્રેસ જ રાષ્ટ્રીય વિકલ્પ બની શકે તેમ છે, પરંતુ સમય બદલાયો છે ત્યારે કોંગ્રેસ જ નેતૃત્વ કરે એવું અનિવાર્ય રહ્યું નથી એ હવે કોંગ્રેસે સમજવું પડશે અને એ લોકશાહીના હિતમાં પણ રહેશે.

READ ALSO

Related posts

રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત

Zainul Ansari

મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ

Zainul Ansari

ડોકટરોની હડતાળનો અંત ક્યારે? સરકાર તબીબોની માંગ સ્વીકારવા માટે તૈયાર નથી! દર્દીઓ ભારે મુશ્કેલીમાં

pratikshah
GSTV