GSTV
Home » News » રાજીનામા મુદ્દે રાહુલનું દર્દ: યુથ કોંગ્રેસનાં કાર્યકરોને કહ્યું- બસ મને એ વાતનું જ દુ:ખ લાગ્યું કે…

રાજીનામા મુદ્દે રાહુલનું દર્દ: યુથ કોંગ્રેસનાં કાર્યકરોને કહ્યું- બસ મને એ વાતનું જ દુ:ખ લાગ્યું કે…

rahul gandhi resign

લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના રાજીનામાની ઓફર કરી હતી. જો કે પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓએ મનાવ્યા પછી રાહુલ ગાંધી થોડા સમય માટે પાર્ટીનાં અધ્યક્ષ પદ પર રહેવા માટે રાજી થયા હતાં. તેમ છતાં રાહુલ ગાંધીએ સતત પ્રમુખ પદ છોડવાની જીદ્દ કરી હતી. બુધવારે યૂથ કોંગ્રેસનાં કાર્યકરો સાથે સંવાદ કરતા રાહુલ ગાંધીએ જણાંવ્યું કે, આજે નહિં તો કાલે તેઓ પાર્ટીનું પ્રમુખ પદ છોડશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, મને આ વાતનું જ દુખ છે કે મારી રાજીનામા પછી કોઇ મુખ્યમંત્રી, મહાસચિવ અથવા પ્રદેશ અધ્યક્ષોએ હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું નહિં. અત્રે ઉલ્લેખનિય છે કે ગઇ કાલે યૂથ કોંગ્રેસનાં કાર્યકરો રાહુલ ગાંધીનાં ઘરની બહાર એકઠા થયા હતાં. તેમની રજુઆત હતી કે રાહુલ ગાંધી રાજીનામું પરત લે અને કોંગ્રેસ પ્રમુખ પદે યથાવત રહે. રાહુલ ગાંધીનાં સમર્થનમાં તેમનાં ઘરની બહાર જ્યારે રાષ્ટ્રીય કાર્યકારીણીનાં સદસ્યો બેઠા તો રાહુલ ગાંધીએ તમામને પોતાનાં ઘરે આમંત્રિત કર્યા અને તમામને પોતાનાં મનની વાત કરી હતી.

આ બેઠકમાં યૂથ કોંગ્રેસનાં એક નેતાએ જણાંવ્યું કે, રાહુલ ગાંધી સર આ સામુહિક હાર છે. આ તમામની જવાબદારી બને છે. તો પછી માત્ર તમારૂ જ રાજીનામું કેમ? ત્યારે રાહુલ ગાંધીએ માર્મિક જવાબ આપતા જણાંવ્યું કે, મને એ વાતનું જ દુ:ખ છે કે મારા રાજીનામા પછી કોઇ સીએમ, મહાસચિવ અથવા તો પ્રદેશ પ્રમુખોએ હારની જવાબદારી નૈતિક સમજીને રાજીનામું આપ્યું નહિં.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, એક વાત બિલકુલ સાફ છે કે, હવે હું પાર્ટીનો પ્રમુખ નહિં રહું. તેમજ તમે લોકો જરાય ચિંતા ન કરો. કારણ કે હું ક્યાંય જવાનો નથી, અહિં જ રહેવાનો છું. તેમજ મજબૂતી સાથે આપ સૌની લડાઇ હું લડીશ. રાહુલ ગાંધીએ જણાંવ્યું કે, આજે હું ચૂંટણી હાર્યો છું, જો હું કોઇ સામે એક આંગળી ચીંધું છું તો ત્રણ આંગળીઓ મારી સામે પણ ઉઠશે. લાંબો સંઘર્ષ છે.જે લોકોને તરત જ સત્તા જોઇતી હોય તે ભાજપમાં ચાલ્યા જાવ. પરંતુ જે લોકો સંઘર્ષમાં મારી અને પાર્ટીની સાથે રહેશે તે જ પાર્ટીનો સાચો સૈનિક છે.

હવે યૂથ કોંગ્રેસનાં કાર્યકરો સાથે થયેલી વાતચીત પરથી એક વાત સાબિત થાય છે કે, રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ પદ પર નહિં રહે. જો કે મોટો સવાલ એ પણ છે કે, જો રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ નહિં તો તેમની જગ્યાએ કોણ આવશે.

READ ALSO

Related posts

પ્રેસિડન્ટ ટ્રમ્પનો એટિટ્યૂડ ભારત પ્રત્યે નેગેટિવ, પર્સનલ ફાયદા માટે આવી રહ્યાં છે ભારત

Mayur

પહેલા આમંત્રણ પછી આયોજન છેલ્લે યજમાન ફાયનલ, ડોનાલ્ડ ટ્રમ્પને અમદાવાદ બોલાવનારના જાહેર થયા નામ

Mayur

પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવા માટે કોંગ્રેસને મળી ગઈ સેફ સીટ, પણ UP કાર્યકર્તાઓને નથી પસંદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!