GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

કોંગ્રેસીઓ સત્તા પણ નથી સંભાળી શકતા, ભાજપે ફૂટ પડાવી પડદા પાછળ સત્તાનો ખેલ્યો સફળ ખેલ

વડોદરા જિલ્લા પંચાયતમાં ચાર વર્ષ સુધી વિરોધ પક્ષની ભૂમિકા ભજવનાર ભાજપે કોંગ્રેસ વચ્ચે ભાગલા પડાવી પડદા પાછળ સત્તા સંભાળવામાં સફળતા મેળવી છે.જિલ્લા પંચાયતની આજની સભામાં ભાજપે કોંગ્રેસના સાત અસંતુષ્ટોને આગળ ધરી વિકાસના કામો નામંજૂર કરાવ્યા હતા અને ગ્રાન્ટ પણ પરત લેવાનો નિર્ણય લીધો હતો.જેથી કોંગ્રેસના સભ્યોએ વ્હીપ મુજબ કામો નામંજૂર કરવા વિરોધ કર્યો હતો.

એક તબક્કે ભારે હોબાળો થતાં કોંગ્રેસના સભ્યો અધ્યક્ષની ખુરશી સુધી પહોંચી ગયા હતા અને તેમની રજૂઆત કરી હતી.તો તેની સામે કોંગ્રેસના અસંતુષ્ટ જૂથના સભ્યોએ પણ ભાજપના સહારે દલીલો કરતાં સભાગૃહમાં ભારે તંગદિલી સર્જાઇ હતી. કોંગ્રેસનો તમાશો વધુ ઉગ્ર બનતાં પોલીસને દોડી આવવું પડયું હતું.

કોંગ્રેસના વ્હીપનો અનાદર કરી ભાજપને ટેકો આપનાર સભ્યો

વડોદરા જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં કોંગ્રેસે તમામ ૨૨ સભ્યોને આપેલા વ્હીપનો અનાદર કરનાર સભ્યો સામે પગલાં લેવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પ્રદેશ પ્રમુખને જાણ કરી છે.કોંગ્રેસના વ્હીપનો અનાદર કરનારા સભ્યોના નામ આ મુજબ છે.

(૧) પન્નાબેન દિલીપભાઇ ભટ્ટ(પૂર્વ પ્રમુખ)

(૨) ઘનશ્યામભાઇ સોમાભાઇ પટેલ (પૂર્વ પ્રમુખ)

(૩) રણજિતસિંહ ધૂળસિંહ પરમાર

(૪) વિભાબેન હરિકૃષ્ણ પટેલ (ચેર પરસન, શિક્ષણ સમિતિ)

(૫) ઇલાબેન જયદિપસિંહ ચૌહાણ (પ્રમુખ)

(૬) સરોજબેન નિકુલભાઇ વસાવા

(૭) ગીતાબેન મહેશભાઇ પટેલ (ચેર પરસન,બાંધકામ સમિતિ)

Read Also

Related posts

ખારી નદીમાં પૂર આવતા 7 ગામના લોકોનો સંપર્ક કપાયો, ચંડીસર ગામ પાસે કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત

Nilesh Jethva

રસ્તા નજીક પાર્ક કરેલા વાહનો ખાડામાં ફસાઈ જતા વડોદરા મહાનગરપાલિકાની પોલ ખુલી

Nilesh Jethva

કોરોનાગ્રસ્ત દર્દી અને તેમના સ્નેહીજનો વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે “મેડીકલ કાઉન્સિલર”

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!