આડાસંબંધમાં બદનામ કરવાની ભાજપે ધમકી આપી ફોર્મ ખેંચાવ્યું, કોંગ્રેસનો મોટો ખુલાસો

રાજકોટના વોર્ડ નંબર 13ના કોંગી ઉમેદવાર નરસિંહ પટોળીયા પાસે ભાજપે આ ઉમેદવારના તે જે સ્કૂલમાં શિક્ષક છે ત્યાં પાંચ વર્ષ પહેલા એક સ્ત્રી સાથેના સંબંધોના મુદ્દે ભાજપના નેતાઓએ વાત બહાર પાડવા ધમકી આપી ફોર્મ પાછું ખેંચવ્યાનો ઘટસ્ફોટ આજે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર કર્યો છે અને આ સાથે વીડિયો ક્લિપ જાહેર કરાતા ચકચાર મચી છે.

છેલ્લી ઘડીએ પાછું ખેંચી કોંગ્રેસની લાચાર સ્થિતિમાં મૂકી

રાજકોટમાં તારીખ 27મી વોર્ડ નંબર 13 ના એક બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે. તેમાં કોંગ્રેસના ઉમેદવાર નરસિંહ પટોળીયાએ પોતાનું ફોર્મ છેલ્લી ઘડીએ પાછું ખેંચી કોંગ્રેસની લાચાર સ્થિતિમાં મૂકી ભાજપની જીત થાય તે રીતે પક્ષને અને મતદારોને દગો દીધો હતો. 

બ્લેકમેલ કરી ચૂંટણી જીતવા કારસો કરી ફોર્મ પાછુ ખેંચાયું

જે અન્વયે આજે કોંગ્રેસે એક સીડી બહાર પાડી એવો આક્ષેપ કર્યો છે કે નરસિંહ પટોળીયા પર ભાજપે એક સ્ત્રી પાત્રને લઈ પાંચ વર્ષ પહેલાના કથિત પ્રકરણને લઈ દબાણ કરી બ્લેકમેલ કરી ચૂંટણી જીતવા કારસો કરી ફોર્મ પાછુ ખેંચાયું હતું. ઉલ્લેખનીય છે કે પટોળીયા 20 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય હતા અને જ્યારે તેમની કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદગી થઈ પછી પક્ષને દગો દીધો હતો. આ વોર્ડમાં કોંગ્રેસની જીત નક્કી હતી તેથી ભાજપે પોતાની અને મુખ્યમંત્રીની ઈમેજ બચાવવા આ ઓપરેશન કરી ફોર્મ પાછુ ખેંચાયું હતું તેમ કોંગ્રેસે દાવો કરી જણાવ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter