GSTV
Home » News » અહેમદ પટેલનાં મિત્રને ચૂંટણી લડાવવા આ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જાહેર નહિં કરે

અહેમદ પટેલનાં મિત્રને ચૂંટણી લડાવવા આ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જાહેર નહિં કરે

gstv

ગુજરાતમાં ભરૂચ લોકસભા સીટ પર આ વખતે કોંગ્રેસ-ભાજપ પોતાનાં વસાવા ઉમેદવારો માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એક તરફ ભારતીય ટ્રાઇબલ પાર્ટીનાં ધારાસભ્ય છોટુ વસાવા છે. તો બીજી તરફ ભાજપનાં ઉમેદવાર મનસુખ વસાવા છે. કોંગ્રેસ પાસે પોતાનાં મજબૂત ઉમેદવાર નથી, તેથી કોંગ્રેસ ભાજપ વિરૂદ્ધ છોટુ વસાવાને સમર્થન આપશે. ભરૂચ છોટુ વસાવાનાં પ્રભાવવાળો વિસ્તાર છે. તેવામાં ભરૂચ સીટ ફરી જીતવી એ ભાજપ માટે કપરી છે.

અહમદ પટેલનાં ખાસ વિશ્વાસુ છોટુ વસાવા 

પ્રદેશ કોંગ્રેસનાં વિશ્વસનીય સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે અહેમદ પટેલને રાજ્યસભા મોકલવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા છોટુ વસાવા સામે કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહિં રાખે. ભરૂચ લોકસભા સીટ પર ભાજપને હરાવવા માટે કોંગ્રેસ છોટુ વસાવાનો સાથ આપશે.

છોટુ વસાવાએ જ્યારે અહેમદ પટેલનો મત આપ્યો હતો ત્યારે તે નિતીશ કુમારની પાર્ટી જેડીયુનાં ધારાસભ્ય હતાં. આ વખતે ભાજપ અને જેડીયુ વચ્ચે ગઠબંધન થયું છે. જો કે આ પહેલા બિહારનાં મુખ્યમંત્રી નિતીશ કુમારે સમજાવ્યું છતાં છોટુ વસાવાએ ભાજપનાં ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને વોટ આપ્યો ન હતો. હવે છોટુ વસાવા ભાજપ વિરૂદ્ધ ચૂંટણી લડવા જઇ રહ્યા છે.

8 વખત કોંગ્રેસ જીતી, છતાં ભરૂચ સીટ પર ભાજપનો કબ્જો

ભરૂચ નિર્વાચન ક્ષેત્રમાં 1952થી લોકસભા ચૂંટણી થઇ રહિ છે. ઇ.સ.1984થી કોંગ્રેસે આ સીટ પર સતત આઠ વખતો કબ્જો મેળવ્યો છે. 1989માં ભાજપનાં ચંદુભાઇ દેશમુખ હિન્દુત્વનાં નામ પર ભરૂચ સીટ પરથી જીત્યા હતાં. તેઓ  1998 સુધી ચાર વખત સાંસદ રહ્યા છે. ચંદુભાઈ દેશમુખનાં અવસાનને કારણે બેઠક ખાલી થઇ હતી. ત્યારબાદ 1998માં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપનાં મનસુખ વસાવાએ આ સીટ પર જીત મેળવી હતી. બસ, ત્યારથી આજ દિન સુધી ભાજપે ભરૂચ સીટ પર પોતાનો ઉમેદવાર બદલ્યો નથી. છેલ્લી પાંચ ટર્મથી મનસુખ વસાવાએ આ સીટ પર વિજય મળવ્યો છે.

7 ટર્મથી ધારાસભ્ય છે છોટુ વસાવા

ભરૂચ લોકસભા ક્ષેત્રમાં આવતી ઝઘડીયા વિધાનસભા સીટનાં ધારાસભ્ય છોટુ વસાવા આ વખતે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. છોટુ વસાવા 1990 પછી પોતાની ઝઘડીયા સીટ પરથી સતત સાત વખત વિધાયક તરીકે ચૂંટાઇ રહ્યા છે.છોટુ વસાવા પહેલા જનતા દળમાં, પછી જનતા દળ(યુનાઇટેડ)માં અને હવે છેલ્લે પોતાની ખુદની ભારતીય ટ્રાઇબલ પાર્ટી(બીટીપી)માંથી ચૂંટણી લડી રહ્યા છે.

આ કારણે છોટુ વસાવા કોંગ્રેસ પર મહેરબાન છે

થોડા સમય પહેલા ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી 3 સીટો પર ચૂંટણી યોજાઇ હતી. ત્યારે સિદ્ધપુરનાં ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતાં. રાજ્યસભા ચૂંટણીમાં અહેમદ પટેલને હરાવવા માટે ભાજપે કોંગ્રેસનાં બાગી ધારાસભ્ય બળવંત રાજપૂતને ત્રીજા ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતાં.

ભાજપને લાગતું હતું કે કોંગ્રેસનાં સિનીયર નેતા અહેમદ પટેલ હારી જશે. કારણ કે કોંગ્રેસનાં ગદ્દાર ધારાસભ્યો ભાજપ અને તેમનાં ત્રીજા ઉમેદવાર બળવંતસિંહને સમર્થન આપશે. જો કે ત્યારે કટોકટીની સ્થિતી હતી. જેડીયુનાં ધારાસભ્ય છોટુ વસાવા કોંગ્રેસનાં ઉમેદવાર અહેમદ પટેલને મત ન આપે તો અહેમદ પટેલ હારી જતા તે વાત ચોક્કસ છે. રાજ્યસભા ચૂંટણીમાં અહેમદ પટેલની જીતનો સૌથી મોટો શ્રેય છોટુ વસાવાને ફાળે જાય છે. બસ ત્યારથી છોટુ વસાવા અહેમદ પટેલનાં અત્યંત નિકટનાં સાથીદાર બની ગયા છે.

READ ALSO 

Related posts

વિદ્યાર્થી આગેવાન હાર્દિક પ્રજાપતિની કથિત ઓડિયો ક્લિપ વાયરલ, મે કોઈને ફોન કરીને નહોતા બોલાવ્યા

Nilesh Jethva

૩૦૦ વીઘાથી વધુના જમીન કૌભાંડ મામલે જયંતી કવાડિયાએ સોશિયલ મીડિયા મારફતે કર્યો ખુલાસો

Nilesh Jethva

ઝારખંડ વિધાનસભા ચૂંટણી : બીજા તબક્કાનું મતદાન થયુ પુર્ણ, 20 સીટો પર 62.40 ટકા થયુ વોટિંગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!